News of Thursday, 30th July 2026
શરમજનક પરાજય વચ્ચે પાકિસ્તાની ખેલાડીઓ બગડયાઃ ICCની લાલ આંખ, ફટકાર્યો આકરો દંડ
મેદાનમાં અસભ્ય વર્તન અને આપા ખોવો પડ્યો ભારે

નવી દિલ્હીઃ એક તરફ મેદાનમાં શરમજનક પરાજય અને બીજી તરફ ખેલાડીઓની મિજબાની અને ગેરશિસ્ત! પાકિસ્તાની ક્રિકેટ ટીમ માટે હાલ સમય સાચે જ ખરાબ ચાલી રહ્યો છે. એકપક્ષીય હારના આઘાત વચ્ચે હવે પાકિસ્તાનના બે ખેલાડીઓને મેદાન પર પોતાની મર્યાદા નેવે મૂકવી ભારે પડી ગઈ છે. મેચ દરમિયાન શિસ્તભંગ અને તોછડો વર્તન કરવા બદલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ આકરી લાલ આંખ કરીને બંને ખેલાડીઓ પર મોટો આર્થિક દંડ ઝીંકી દીધો છે.
મળતી માહિતી મુજબ, મેચ દરમિયાન પરાજયની ભડાશ કાઢતા આ બંને ખેલાડીઓએ રમત ભાવનાનો ઉલાળિયો કર્યો હતો. અમ્પાયરના નિર્ણય સામે અસંતોષ વ્યક્ત કરવો તેમજ વિરોધી ટીમ સામે ઉશ્કેરણીજનક ઈશારા કરવા બદલ ત્ઘ્ઘ્ ના કોડ ઓફ કન્ડક્ટની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. Match Referees દ્વારા બંને ખેલાડીઓને કડક તાકીદ સાથે તેમની મેચ ફીમાંથી મોટો કાપ મૂકવામાં આવ્યો છે, સાથે જ તેમના ખાતામાં ડિમેરિટ પોઈન્ટ્સ પણ ઉમેરી દેવાયા છે. જો આગામી મેચોમાં પણ આ જ અહંકાર અને મિજાિજ ચાલુ રહેશે તો તેમના પર સીધો બેન (સસ્પેન્શન) ત્રાટકવાની પૂરેપૂરી શક્યતા છે.
સતત હારથી ગિન્નાયેલા પાકિસ્તાની ફેન્સ અને પૂર્વ દિગ્ગજ ક્રિકેટરો પણ હવે આ ખેલાડીઓ પર ફિટકાર વર્સાવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે મેદાનમાં સિક્સર-ફોર મારવાની કે વિકેટો ઝડપવાની તાકાત નથી અને ઉપરથી આવી મગજમારી કરીને દેશનું નામ રોશન કરવાને બદલે ડુબાડી રહ્યા છે!
(3:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
