<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th September 2026

પાકિસ્‍તાનનો છેલ્‍લા ર૬ વર્ષમાં સૌથી વધુ ૯ વખત કલીન સ્‍વીપથી પરાજય

સેના દેશોમાં પ્રદર્શન મામલે પાકિસ્‍તાન સૌથી નબળીઃ કેપ્‍ટન બાબર આઝમના નામે નોંધાયો અનિચ્‍છનીય રેકોર્ડ

મુંબઇ પાકિસ્તાન ક્રિકેટ ટીમમાટે ઈંગ્લેન્ડનો પ્રવાસ ખૂબ જ નિરાશાજનક રહ્યો છે. ત્રણ મેચની ટેસ્ટ સિરીઝમાં 3-0થી થયેલા ક્લીન સ્વીપ બાદ ટીમના SENA દેશોમાં ખરાબ રેકોર્ડ પર ફરી સવાલ ઊભા થયા છે. છેલ્લા 19 ટેસ્ટમાં એક પણ જીત નહીં અને બાબર આઝમની કેપ્ટન્સીમાં બનેલા અનિચ્છનીય રેકોર્ડે પાકિસ્તાન ટેસ્ટ ક્રિકેટની ચિંતા વધારી છે.

પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે ઈંગ્લેન્ડનો તાજેતરનો પ્રવાસ ખૂબ જ નિરાશાજનક સાબિત થયો છે. 3 મેચની ટેસ્ટ સિરીઝ માં યજમાન ઈંગ્લેન્ડે એકતરફી પ્રદર્શન કરતાં પાકિસ્તાનને 3-0થી હરાવી ક્લીન સ્વીપ (Clean Sweep) કર્યો. આ કારમી હાર બાદ ફરી એકવાર પાકિસ્તાનની વિદેશી મેદાનો પરની નબળાઈ ચર્ચામાં આવી છે. ખાસ કરીને SENA દેશોમાં પાકિસ્તાની ટેસ્ટ ટીમનો રેકોર્ડ સતત ખરાબ થતો જોવા મળી રહ્યો છે.

સાઉથ આફ્રિકા (South Africa), ઈંગ્લેન્ડ  ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા (Australia)ને મળીને SENA દેશો કહેવામાં આવે છે. આ દેશોમાં પાકિસ્તાનનો છેલ્લા 19 ટેસ્ટ મેચનો રેકોર્ડ અત્યંત ચિંતાજનક છે. આ 19 ટેસ્ટ મેચમાં પાકિસ્તાનને એક પણ જીત મળી નથી. ટીમે 17 મેચ ગુમાવી છે, જ્યારે માત્ર 2 મેચ ડ્રો રહી છે. SENA દેશોમાં પાકિસ્તાનને છેલ્લી ટેસ્ટ જીત વર્ષ 2018માં મળી હતી. ત્યારથી લગભગ 8 વર્ષ વીતી ગયા હોવા છતાં પાકિસ્તાન આ દેશોમાં ફરી જીત નોંધાવી શક્યું નથી.

છેલ્લા 8 વર્ષમાં SENA દેશોમાં એશિયાઈ ટીમો ના પ્રદર્શનની સરખામણી કરવામાં આવે તો પાકિસ્તાનની સ્થિતિ વધુ નબળી દેખાય છે. આ સમયગાળા દરમિયાન ભારતે SENA દેશોમાં સૌથી વધુ 12 ટેસ્ટ મેચ જીતી છે. શ્રીલંકા એ 3 જીત નોંધાવી છે, જ્યારે બાંગ્લાદેશ પણ 2 ટેસ્ટ મેચ જીતવામાં સફળ રહ્યું છે. બીજી તરફ પાકિસ્તાનના નામે આ દરમિયાન એક પણ જીત નોંધાઈ નથી. એટલે વિદેશી પરિસ્થિતિઓમાં પાકિસ્તાનની ટેસ્ટ ટીમ અન્ય એશિયન ટીમોથી ઘણું પાછળ રહી ગઈ છે.

21મી સદીના ટેસ્ટ ક્રિકેટના આંકડા જોવામાં આવે તો પાકિસ્તાન માટે વધુ એક અનિચ્છનીય રેકોર્ડ સામે આવે છે. 3 મેચની ટેસ્ટ સિરીઝમાં 0-3થી ક્લીન સ્વીપ થવાના મામલે પાકિસ્તાન આ સદીમાં સૌથી આગળ છે. પાકિસ્તાન અત્યાર સુધી 9 વખત 3 મેચની ટેસ્ટ સિરીઝમાં સંપૂર્ણ સફાયો સહન કરી ચૂક્યું છે. શ્રીલંકા 5 વખત સાથે બીજા સ્થાને છે. ન્યૂઝીલેન્ડ અને વેસ્ટઇન્ડિઝ (West Indies)એ 4-4 વખત આવી હાર જોઈ છે. જ્યારે ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને ભારતને માત્ર 1-1 વખત જ 0-3થી ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો છે.

ઈંગ્લેન્ડ સામે પાકિસ્તાનના ટેસ્ટ ઈતિહાસમાં બાબર આઝમ ના નામે પણ ન ગમે તેવો રેકોર્ડ જોડાયો છે. બાબર આઝમ પહેલાં પાકિસ્તાનના વિવિધ કેપ્ટનોની આગેવાનીમાં ઈંગ્લેન્ડ સામે કુલ 27 ટેસ્ટ સિરીઝ રમાઈ હતી, પરંતુ તેમાં પાકિસ્તાન એકપણ વખત સંપૂર્ણ વ્હાઇટવોશ (Whitewash) થયું નહોતું. પરંતુ બાબર આઝમની કેપ્ટન્સી દરમિયાન પાકિસ્તાનને ઈંગ્લેન્ડ સામે 2 વખત ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો છે. આ આંકડા પાકિસ્તાન ટેસ્ટ ક્રિકેટ માટે મોટું ચેતવણીચિહ્ન માનવામાં આવી રહ્યા છે

(11:25 AM IST)