તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 14th May 2026
‘એક દિવસ બધું જ ખતમ થઈ જશે...' IPLમાં ૯મી સદી ફટકાર્યા બાદ વિરાટ કોહલી ભાવુક થયો
કોહલીએ ટી૨૦માં ૧૪,૦૦૦ રનનો ઐતિહાસિક આંકડો પાર કર્યો

નવી દિલ્હી,તા.૧૪: આઈપીએલ ૨૦૨૬ની સિઝનમાં બેંગલુરુ અને કોલકાતા વચ્ચેની મેચ માત્ર એક રમત નહીં, પણ વિરાટ કોહલીના શાનદાર પ્રદર્શનની સાક્ષી બની ગઈ છે. આ મેચમાં 'કિગ કોહલી'એ તેની આઈપીએલ કારકિર્દીની ૯મી સદી ફટકારીને ક્રિકેટ જગતને સ્તબ્ધ કરી દીધું હતું.
આ ઐતિહાસિક સદી બાદ વિરાટ કોહલી ઇન્ટરવ્યુ દરમિયાન ભાવુક જોવા મળ્યો હતો. તેણે રમત પ્રત્યેનો પોતાનો લગાવ વ્યક્ત કરતા કહ્યું કે, મને આ સ્તર પર રમવું અને વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓ સામે સ્પર્ધા કરવી ગમે છે. પરંતુ હું વાસ્તવિકતા જાણું છું કે એક દિવસ આ બધું ખતમ થઈ જશે.
તેથી જ હું હવે આંકડાઓ પાછળ ભાગવાને બદલે મેદાન પર વિતાવેલી દરેક ક્ષણને જીવવા માંગુ છું. કોહલીએ વધુમાં ઉમેર્યું કે તેના માટે રમત પ્રત્યેનો પ્રેમ જ સૌથી મોટી સફળતા છે. ટી૨૦ ક્રિકેટમાં ૧૪ હજાર રન પૂરા કરનાર પ્રથમ ભારતીય બેટર બની ગયો છે.
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
