તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd November 2026
ઓલિમ્પિક પદક વિજેતા મનુ ભાકર આંતરરાષ્ટ્રીય શૂટિંગ સ્પોર્ટ ફેડરેશનની એથ્લેટ્સ કમિટીની ચૂંટણી લડશે
ભારતીય શૂટિંગ સ્ટાર પિસ્તોલ શ્રેણીમાં મેદાનમાં ઉતરી; ખેલાડીઓના કલ્યાણ અને રમતગમતના વિકાસ માટે રજૂ કર્યું વિઝન.

નવી દિલ્હી, તા.૦૩: ભારતની બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા શૂટર મનુ ભાકર આગામી ૨૦૨૬-૨૦૩૦ના કાર્યકાળ માટે યોજાનારી ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન (ISSF) એથ્લેટ્સ કમિટીની ચૂંટણીમાં પિસ્તોલ શ્રેણીના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, પિસ્તોલ શ્રેણીના બે ચૂંટાયેલા હોદ્દાઓ માટે ૧૦ ઉમેદવારો વચ્ચે મુકાબલો છે, જેમાં મનુ ભાકરે ખેલાડીઓ કેન્દ્રિત એક વિશેષ વિઝન રજૂ કર્યું છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય શૂટર્સ માટે વધુ સહાયક, ટકાઉ અને પ્રગતિશીલ વાતાવરણ ઊભું કરવાનો છે.
ઘટનાની વિગતવાર માહિતી આપતા મનુએ જણાવ્યું હતું કે તેમના એજન્ડામાં પુરુષોની ૨૫ મીટર રેપિડ ફાયર પિસ્તોલ સ્પર્ધાનું રક્ષણ કરવા ઉપરાંત ઓલિમ્પિક ચક્રમાં તકનીકી નિયમોની સ્થિરતા, ઇનામી રકમમાં વધારો, વ્યાપારી તકો અને ખેલાડીઓ માટે ગોપનીય ફરિયાદ નિવારણ પ્રણાલીનો સમાવેશ થાય છે.
આ ચૂંટણી ૧૭ થી ૧૯ ઓક્ટોબર દરમિયાન કૈરોમાં અને ૩ થી ૧૩ નવેમ્બર દરમિયાન દોહામાં યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપના સ્પર્ધાત્મક દિવસો દરમિયાન યોજાશે, જેમાં સક્રિય ખેલાડીઓ મતદાન કરવા માટે પાત્ર રહેશે.
ભૂતકાળમાં પેરિસ ૨૦૨૪ ઓલિમ્પિક ગેમ્સમાં સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં એક જ આવૃત્તિમાં બે બ્રોડઝ મેડલ જીતીને ઇતિહાસ રચનાર મનુ ભાકરની આ ઉમેદવારી ભારતીય શૂટિંગ જગત માટે વધુ એક ગૌરવવંતી સિદ્ધિ સમાન છે.
આગામી સમયમાં આ ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ વૈશ્વિક સ્તરે ભારતીય ખેલાડીઓનું પ્રતિનિધિત્વ વધુ મજબૂત બનશે અને શૂટિંગ રમતના નીતિગત નિર્ણયોમાં ખેલાડીઓનો અવાજ વધુ પ્રબળ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
(4:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
