<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

કુદરતનો ગજબ કરિશ્‍માઃ ૧૯ વર્ષ પહેલાં જેને ખોળામાં બેસાડી નવડાવ્‍યો હતો, હવે તેની જ સામે ફિફા વર્લ્‍ડકપની ફાઇનલ રમશે લિયોનેલ મેસ્‍સી

૩૯ વર્ષના દિગ્‍ગજ મેસ્‍સી અને ૧૯ વર્ષના યુવા સનસનાટી લામિન યમાલ વચ્‍ચે જામશે મહાજંગઃ વર્ષ ૨૦૦૭ના ચેરિટી ફોટોશૂટનો કિસ્‍સો સોશિયલ મીડિયા પર વાયરલ

 

ન્‍યૂજર્સીઃ ફિફા વર્લ્‍ડ કપ ૨૦૨૬ની મહાફાઇનલ મેચ હવે આંગણીના વેઢે ગણાય એટલા દિવસો જ દૂર છે ત્‍યારે ફૂટબોલ જગતમાં એક એવો અદ્‌ભુત સંયોગ સામે આવ્‍યો છે જેને જોઈને રમતપ્રેમીઓ આ?ર્યચકિત થઈ ગયા છે. આગામી રવિવારે ન્‍યૂજર્સીના પ્રખ્‍યાત મેટલાઇફ સ્‍ટેડિયમમાં ડિફેન્‍ડિંગ ચેમ્‍પિયન આર્જેન્‍ટિના અને સ્‍પેન વચ્‍ચે ખિતાબી મુકાબલો રમાશે. આ ઐતિહાસિક મેચમાં વિશ્વના સર્વશ્રેષ્ઠ ફૂટબોલર ગણાતા ૩૯ વર્ષના લિયોનેલ મેસ્‍સી અને સ્‍પેનના ૧૯ વર્ષના યુવા સ્‍ટાર ખેલાડી લામિન યમાલ સામસામે ટકરાશે.

આ ફાઇનલ મેચ સાથે એક અત્‍યંત રસપ્રદ અને ભાવુક કિસ્‍સો જોડાયેલો છે. આજથી ૧૯ વર્ષ પહેલાં, એટલે કે વર્ષ ૨૦૦૭માં એક ચેરિટી ફોટોશૂટનું આયોજન કરવામાં આવ્‍યું હતું. તે સમયે લિયોનેલ મેસ્‍સી માત્ર ૨૦ વર્ષનો એક ઊભરતો સ્‍ટાર હતો. આ ફોટોશૂટ દરમિયાન મેસ્‍સીએ એક નાનકડા બાળકને પોતાના ખોળામાં બેસાડીને ટબમાં નવડાવ્‍યો હતો. તમને જાણીને આヘર્ય થશે કે તે સમયે માત્ર ૫ મહિનાનું એ માસૂમ બાળક બીજું કોઈ નહીં પણ આજનો સ્‍પેનનો સ્‍ટાર ખેલાડી લામિન યમાલ હતો!

આ ફોટોગ્રાફ્‌સ હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે. જે ખેલાડીએ કયારેક પોતાના આદર્શના ખોળામાં રમીને આશીર્વાદ લીધા હતા, આજે તે જ ખેલાડી વિશ્વના સૌથી મોટા મંચ પર પોતાના ગુરુ સમાન મેસ્‍સી સામે ટ્રોફી જીતવા માટે મેદાનમાં ઉતરશે.

આ બંને દિગ્‍ગજો વચ્‍ચે માત્ર આ ફોટોશૂટ પૂરતો જ સંબંધ નથી. લિયોનેલ મેસ્‍સી અને લામિન યમાલ બંને ફૂટબોલ ક્‍લબ બાર્સિલોનાની વિશ્વપ્રસિદ્ધ ‘લા માસિયા એકેડેમી'ના ભૂતપૂર્વ ખેલાડીઓ છે. આ એકેડેમીએ દુનિયાને અનેક મહાન ફૂટબોલર્સ આપ્‍યા છે અને યમાલને પણ મેસ્‍સીના ઉત્તરાધિકારી તરીકે જોવામાં આવી રહ્યો છે.

મેટલાઇફ સ્‍ટેડિયમમાં રમાનારી આ ફાઇનલ મેચ માત્ર બે દેશો વચ્‍ચેની લડાઈ નથી, પરંતુ અનુભવ અને યુવા જોશ વચ્‍ચેનો રોમાંચક જંગ છે. એક તરફ લિયોનેલ મેસ્‍સી પોતાના કરિયરના અંતિમ પડાવ પર વધુ એક વર્લ્‍ડકપ જીતીને ઇતિહાસ રચવા માંગશે, તો બીજી તરફ લામિન યમાલ પોતાના આદર્શ સામે જીત મેળવીને ફૂટબોલ જગતમાં પોતાનો નવો યુગ શરૂ કરવા માટે એડીચોટીનું જોર લગાવશે. વિશ્વભરના ફૂટબોલ ફેન્‍સ રવિવારની આ મહામેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

(2:33 PM IST)