તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th April 2026
મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝટકો લાગ્યો:સ્ટાર ઓલરાઉન્ડર મિશેલ સેન્ટનર ઈજાને કારણે આખી સીઝન માટે બહાર થઈ ગયો
તેના સ્થાને દક્ષિણ આફ્રિકાના અનુભવી સ્પિનર કેશવ મહારાજને ટીમમાં સામેલ :કેશવ મહારાજને મુંબઈ ઇન્ડિયન્સે ₹75 લાખમાં કરારબદ્ધ કર્યો:તે ભગવાન રામ અને ભગવાન હનુમાનના ભક્ત છે

IPL 2026માં સંઘર્ષ કરી રહેલી મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર ઓલરાઉન્ડર મિશેલ સેન્ટનર ઈજાને કારણે આખી સીઝન માટે બહાર થઈ ગયો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ સામે તેને ખભામાં ઈજા થઈ હતી, જેના કારણે તે આખી સીઝન માટે બહાર થઈ ગયો છે. IPL 2026 માં સેન્ટનરનું પ્રદર્શન નબળું રહ્યું છે, અને આ મુંબઈની સતત હારનું એક કારણ હતું.
હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળ, મુંબઈ ઈન્ડિયન્સનું IPL 2026માં નિરાશાજનક પ્રદર્શન રહ્યું છે. તેમની ટીમમાં ટ્રેન્ટ બોલ્ટ, દીપક ચહર અને વિશ્વના શ્રેષ્ઠ બોલર જસપ્રીત બુમરાહનો સમાવેશ થાય છે. જોકે, આ છતાં ટીમ સંઘર્ષ કરી રહી છે. મુંબઈ માટે ચિંતા વધી ગઈ છે કારણ કે રોહિત શર્મા પણ ઘાયલ છે. સેન્ટનરની ગેરહાજરીએ તેમની મુશ્કેલીઓ વધારી છે, પરંતુ તેમના સ્થાને ભગવાન રામના ભક્ત, એક વિદેશી ખેલાડી ટીમમાં જોડાયો છે.
IPLએ મીડિયા એડવાઈઝરીમાં સેન્ટનરની બાકાતની પુષ્ટિ કરી છે. ચેન્નાઈ સામે બાઉન્ડ્રી કેચ લેતી વખતે સેન્ટનરને ઈજા થઈ હતી. ત્યારબાદ તેને મેચમાંથી બહાર કરવામાં આવ્યો હતો અને તેના સ્થાને શાર્દુલ ઠાકુરને કન્ક્શન સબસ્ટિટ્યુટ તરીકે લેવામાં આવ્યો હતો. તે હવે આખી સીઝન માટે બહાર છે અને તેના સ્થાને દક્ષિણ આફ્રિકાના અનુભવી સ્પિનર કેશવ મહારાજને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. હવે તે બાકીની મેચો માટે મુંબઈ તરફથી રમશે.
કેશવ મહારાજને મુંબઈ ઇન્ડિયન્સે ₹75 લાખમાં કરારબદ્ધ કર્યો હતા. તે ભગવાન રામ અને ભગવાન હનુમાનના ભક્ત છે, જેમ કે તેમના ઇન્સ્ટાગ્રામ બાયોમાં ઉલ્લેખ છે. મહારાજ મૂળ ભારતનો છે. નોંધનીય છે કે મહારાજ અગાઉ IPLમાં રમી ચૂક્યો છે. તેણે 2024માં રાજસ્થાન માટે ડેબ્યૂ કર્યું હતું, બે મેચમાં બે વિકેટ લીધી હતી. આ પછી, અન્ય કોઈ ટીમે તેમને કરારબદ્ધ કર્યા ન હતો અને તે IPL 2026ની હરાજીમાં અનસોલ્ડ રહ્યો હતો. જોકે, મુંબઈએ હવે તેને તેમની ટીમમાં સામેલ કર્યો છે.
(12:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
