તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th November 2026
માઉન્ટ મૌંગાનુઈ: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચોથી વનડે મેચમાં બદલાશે પ્લેઈંગ-૧૧ અને શ્રેયસ અય્યર સંભાળશે કમાન
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી રોમાંચક ચોથી વનડે મેચ પહેલા ટીમ ઈન્ડિયાના સ્ક્વોડમાં મોટા ફેરફારો દેખાશે

માઉન્ટ મૌંગાનુઈ: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી પાંચ મેચોની વનડે સિરીઝની ચોથી મેચ પહેલા ભારતીય ટીમમાં મોટા ફેરફારો નિશ્ચિત માનવામાં આવી રહ્યા છે. ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ અને અનુભવી વિકેટકીપર બેટ્સમેન કે.એલ. રાહુલ આગામી ટેસ્ટ શ્રેરીઝની તૈયારીઓ માટે વનડે સ્ક્વોડથી અલગ થઈ ગયા છે, જેના કારણે ટીમની પ્લેઈંગ-૧૧ સંપૂર્ણપણે બદલાઈ જવાની પૂરી સંભાવના છે.
શુભમન ગિલની ગેરહાજરીમાં શ્રેયસ અય્યરને ભારતીય ટીમની કેપ્ટનશીપની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત ઈશાન કિશન ટીમમાં વાઈસ કેપ્ટન અને વિકેટકીપર તરીકે વાપસી કરી રહ્યો છે, જે રોહિત શર્મા સાથે ઇનિંગ્સની શરૂઆત કરી શકે છે. મિડલ ઓર્ડરમાં ઋતુરાજ ગાયકવાડ અથવા તિલક વર્મા જેવા યુવા ખેલાડીઓને તક મળવાની પ્રબળ સંભાવના છે.
બોલિંગ વિભાગમાં પણ ફેરફાર જોવા મળી શકે છે કારણ કે અંશુલ કમ્બોજ પણ ટેસ્ટ ટીમ સાથે જોડાઈ ગયા છે, જેથી મોહમ્મદ સિરાજ અથવા અન્ય ઝડપી બોલરોને પ્લેઈંગ-૧૧માં સ્થાન મળી શકે છે. ભારતીય ટીમ આ મેચ જીતીને સિરીઝ પર મજબૂત પકડ જમાવવાના ઇરાદા સાથે મેદાન પર ઉતરશે.
આ મુકાબલો બે ઓવલ મેદાન પર રમાનાર છે અને બંને ટીમો માટે શ્રેયસ અય્યર અને મિશેલ સેન્ટનરની આગેવાનીમાં મેદાન પર શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે ભારે રસાકસી જોવા મળશે.
(11:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
