<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd May 2026

કોલકાતા નાઈટ રાઈડર્સના સ્ટાર ઑલરાઉન્ડર સુનિલ નરેને ઈતિહાસ રચ્યો :200 વિકેટ લેનાર પ્રથમ વિદેશી બૉલર બન્યો

સુનિલ નરેને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)ના ખેલાડી સલિલ અરોરા (2)ને આઉટ કરતાની સાથે જ આ સિદ્ધિ પોતાના નામે કરી

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના સ્ટાર ઑલરાઉન્ડર સુનિલ નરેને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026)ની 45મી મેચમાં ઈતિહાસ રચ્યો છે. સુનિલ નરેન ક્રિકેટની સૌથી મોટી લીગમાં 200 વિકેટ લેનાર પ્રથમ વિદેશી બૉલર બની ગયો છે.

સુનિલ નરેને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)ના ખેલાડી સલિલ અરોરા (2)ને આઉટ કરતાની સાથે જ આ સિદ્ધિ પોતાના નામે કરી દીધી હતી. નરેન વર્ષ 2012થી IPLમાં રમી રહ્યો છે અને પહેલાથી જ KKRની ટીમનો ભાગ રહ્યો છે.

સુનિલ નરેન સિવાય IPLના ઈતિહાસમાં માત્ર 2 બૉલરો જ 200 કે તેથી વધુ વિકેટ ઝડપવામાં સફળ રહ્યા છે. જેમાં ભુવનેશ્વરકુમારે અત્યાર સુધીમાં 199 મેચ રમી છે, જેમાં તેણે 215 વિકેટ ઝડપી છે. આ યાદીમાં યુઝવેન્દ્ર ચહલ પ્રથમ ક્રમે છે. ચહલે અત્યાર સુધીમાં 182 મેચ રમી છે, જેમાં તેણે 8.02ની ઈકોનોમી રેટ સાથે 228 વિકેટ ઝડપી છે.

  2012માં પોતાની IPL કરિયર શરૂ કરનાર સુનિલ નરેને 197મી મેચમાં 200મી વિકેટ ઝડપી છે. નરેને પોતાની IPL કરિયરમાં લગભગ 25ની સરેરાશ સાથે આ વિકેટ ઝડપી છે. જ્યારે તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 19 રન આપીને 5 વિકેટ ઝડપવાનું રહ્યું છે. સુનિલ નરેન IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર પણ છે. બીજા ક્રમે આન્દ્રે રસેલ છે, જેણે ટીમ વતી 122 વિકેટ ઝડપી છે.

(7:16 PM IST)