<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th May 2026

કોહલીએ પંજાબ કિંગ્સ સામે શાનદાર પ્રદર્શન કરી ઈતિહાસ રચ્યો :ડેવિડ વોર્નર અને કેએલ રાહુલને પાછળ છોડી બન્યો નંબર-1

કોહલીએ આઈપીએલ કરિયરમાં 9મી વખત એક સીઝનમાં 500 રનનો આંકડો વટાવ્યો જે એક વિશ્વ વિક્રમ છે

આઈપીએલ 2026 માં વિરાટ કોહલીનું બેટ રનનો વરસાદ કરી રહ્યું છે. 37 વર્ષની ઉંમરે પણ વિરાટ કોહલી આઈપીએલમાં એક પછી એક મોટા રેકોર્ડ તોડી રહ્યો છે. સીઝનની 61મી મેચમાં પંજાબ કિંગ્સ સામે રમતા વિરાટે માત્ર 16 રન કરતાની સાથે જ ચાલુ સીઝનમાં પોતાના 500 રન પૂરા કરી લીધા છે.કોહલીના આઈપીએલ સીઝનમાં 500 રન) નો આ પરાક્રમ તેણે સતત ચોથી સીઝનમાં કરી બતાવ્યો છે. વિરાટના આઈપીએલ કરિયરની આ 9મી એવી સીઝન છે જેમાં તેણે 500 થી વધુ રન બનાવ્યા હોય, જે આઈપીએલ ઇતિહાસનો એક મોટો રેકોર્ડ છે.

આ યાદીમાં બીજા નંબરે ડેવિડ વોર્નર અને કેએલ રાહુલ છે, જેમના નામે 7-7 સીઝન છે. જ્યારે શિખર ધવને 5 વખત આ સિદ્ધિ મેળવી છે. વિરાટ કોહલી હવે આ તમામ સ્ટાર્સથી ઘણો આગળ નીકળી ગયો છે. આ સાથે જ, 35 વર્ષની ઉંમર વટાવ્યા પછી પણ વિરાટનું ફોર્મ અકબંધ છે. 35 વર્ષની ઉંમર પછી તેણે 3 વખત આઈપીએલ સીઝનમાં 500+ રન બનાવવાનો પરાક્રમ કર્યો છે. આ બાબતે તેણે સચિન તેંડુલકર અને ફાફ ડુપ્લેસીને પાછળ છોડી દીધા છે, જેમના નામે 2-2 એવી સીઝન છે.

વિરાટ કોહલી હંમેશા પંજાબ કિંગ્સ સામે ખતરનાક સાબિત થયો છે. આ મેચ દરમિયાન તેણે પંજાબ સામે પોતાના આઈપીએલ કરિયરના 1217 રન પૂરા કર્યા છે, જે કોઈ એક ટીમ સામે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે. આ ઉપરાંત, વિરાટ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 1174 રન અને દિલ્હી કેપિટલ્સ સામે 1172 રન પણ બનાવી ચૂક્યો છે. રન મશીન કોહલીની આ રમત જોઈને ફેન્સ મંત્રમુગ્ધ થઈ ગયા છે.

 

(8:00 PM IST)