<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st May 2026

ફાઇનલમાં કોહલીએ કમાલ સર્જી :માત્ર 25 બોલમાં તોફાની ફિફટી ફટકારી: 8 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

વિરાટે આ મેચમાં 25 બોલમાં અડધી સદી કરીને 2018ના પોતાના 26 બોલના રેકોર્ડને તોડી નાખ્યો

અમદાવાદ : આઈપીએલ 2026 (IPL 2026) માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) માટે સતત રનનો વરસાદ કરી રહેલા રનમશીન વિરાટ કોહલીએ ફાઈનલ મેચમાં પણ પોતાનો કિંગ અવતાર જાળવી રાખ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ (GT) સામે રમાઈ રહેલી મહામુકાબલાની ફાઇનલમાં કોહલીએ માત્ર 25 બોલમાં તોફાની અડધી સદી ફટકારી દીધી છે. 156 રનના ટાર્ગેટનો પીછો કરતા વિરાટે એક શાનદાર ચોગ્ગો ફટકારીને આ સિદ્ધિ મેળવી હતી, અને 8 વર્ષ જૂનો પોતાનો જ રેકોર્ડ ધ્વસ્ત કરી નાખ્યો હતો. વિરાટે આ મેચમાં 25 બોલમાં અડધી સદી કરીને 2018ના પોતાના 26 બોલના રેકોર્ડને તોડી નાખ્યો છે. વિરાટ કોહલી આ ઇનિંગ સાથે જ આઈપીએલ ફાઇનલ મેચોમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારવાના મામલે રોહિત શર્મા અને ક્રિસ ગેલની બરાબરી પર આવી ગયો છે

(11:41 PM IST)