<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

ઈકાનામાં કિંગ રિંકુનો દબદબોઃ સુપર ઓવરમાં કેકેઆરની રોમાંચક જીત, લખનૌ સુપર જાયન્‍ટ્‍સના અરમાનો પર પાણી

દિગ્‍વેશની છેલ્‍લી ઓવરમાં રિંકુએ ફટકાર્યા ૪ તોતિંગ છગ્‍ગા મોહમ્‍મદ શમીની લડાયક બેટિંગ છતાં લખનૌની હાર, સુપર ઓવરમાં નરેનની કાતિલ બોલીંગે મેચ પલટી

લખનૌ તા.૨૭: આઈપીએલમાં ૨૦૨૬ની સીઝનમાં ઈકાના સ્‍ટેડિયમમાં રમાયેલી મેચ ક્રિકેટ ચાહકો માટે કોઈ રોમાંચક ફિલ્‍મથી ઓછી નહોતી. કોલકાતા નાઈટ રાઈડર્સ (કેકેઆર) અને લખનૌ સુપર જાયન્‍ટ્‍સ (એલએસજી) વચ્‍ચે ખેલાયેલી આ મેચ અંતે સુપર ઓવરમાં નિર્ણાયક વળાંક પર આવીને અટકી હતી, જ્‍યાં રિકુ સિહના બેટની ધાર સામે લખનૌના બોલરો લાચાર દેખાયા હતા.

મેચના અંતિમ તબક્કે જ્‍યારે કેકેઆરને જીતવા માટે મોટા રનની જરૂર હતી, ત્‍યારે લખનૌના બોલર દિગ્‍વેશે અંતિમ ઓવર નાખવાની જવાબદારી સંભાળી હતી. જોકે, રિંકુ સિહે પોતાની વિસ્‍ફોટક બેટિંગનું પ્રદર્શન કરતા દિગ્‍વેશના બોલ પર ચાર આસમાની છગ્‍ગા ફટકારીને રમતનું પાસું પલટી નાખ્‍યું હતું. જોકે, લખનૌ તરફથી મોહમ્‍મદ શમીએ અંતિમ ક્ષણોમાં જોરદાર બેટિગ કરીને મેચને ટાઈ કરવામાં મહત્‍વની ભૂમિકા ભજવી હતી.

મેચ ટાઈ થયા બાદ સુપર ઓવરનો રોમાંચ જામ્‍યો હતો. લખનૌને જીતવા માટે જે લક્ષ્યાંક મળ્‍યો હતો તેને હાંસલ કરવા માટે કોલકાતાએ સ્‍પિન જાદુગર સુનીલ નરેન પર વિશ્વાસ મૂક્‍યો હતો. નરેને પોતાની ધારદાર બોલિંગથી લખનૌના બેટ્‍સમેનોને બાંધી રાખ્‍યા હતા. ત્‍યારબાદ કેકેઆર માટે રિંકુ સિહે ફરી એકવાર મેદાનમાં ઉતરીને ચોગ્‍ગો ફટકારીને ટીમને યાદગાર વિજય અપાવ્‍યો હતો.

(11:22 AM IST)