News of Saturday, 12th September 2026
દક્ષિણ કોરિયાને પછાડી ફાઇનલની ટિકિટ મેળવવા ભારત મેદાનમાં
પાકિસ્તાન સામે ૧૯ ગોલની ધમાકેદાર જીત બાદ અપરાજિત ભારતીય મહિલા ખેલાડીઓની નજર હવે સતત ત્રીજા એશિયાઈ તાજ ઉપર મંડાઈ ચીનમાં જુનિયર મહિલા એશિયા કપનો જંગ જામ્યો

મોકીઃ ચીનના મોકીમાં રમાઈ રહેલા મહિલા જુનિયર એશિયા કપની પ્રથમ સેમિફાઇનલમાં ભારતીય ટીમ આજે સવારે પોણા દસ વાગ્યે દક્ષિણ કોરિયા સામે મેદાનમાં ઉતરશે. મિડફિલ્ડર ખૈદેમ શિલેઇમા ચાનુના નેતળત્વમાં ભારતે ટુર્નામેન્ટમાં અત્યાર સુધી શાનદાર રમત દર્શાવી છે. ભારતે પ્રારંભિક મુકાબલામાં દક્ષિણ કોરિયાને ચાર-એકથી હરાવ્યું હતું. ત્યારબાદ જાપાન અને મલેશિયા સામે જીત મેળવી, જ્યારે ચીન સામેનો મુકાબલો ગોલરહિત બરાબરીમાં સમાપ્ત થયો હતો. ક્વાર્ટર ફાઇનલમાં ભારતીય યુવતીઓએ પાકિસ્તાનને ઓગણીસ-શૂન્યથી કચડી સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભારત છેલ્લી બે આવળત્તિનું વિજેતા હોવાથી સતત ત્રીજી વખત ખિતાબ જીતવાની તક સામે છે. જોકે દક્ષિણ કોરિયા નિર્ણાયક મુકાબલાઓમાં મજબૂત રમત માટે જાણીતું હોવાથી ભારતીય ટીમે રક્ષણમાં શિસ્ત અને ગોલ કરવાની મળતી તકોનો યોગ્ય ઉપયોગ કરવો પડશે. વિજેતા ટીમ આવતીકાલે રમાનારી ખિતાબી જંગમાં પ્રવેશ કરશે
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
