<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

સતત ત્રીજી સીઝનમાં ૫૦૦થી વધુ રન સાથે દિગ્‍ગજોની હરોળમાં

IPL રેકોર્ડબુકમાં સાઈ સુદર્શનની એન્‍ટ્રી

અમદાવાદઃ ગુજરાત ટાઇટન્‍સના યુવા ઓપનર સાઈ સુદર્શને આઈપીએલમાં પોતાની બેટિગથી નવો ઇતિહાસ રચી દીધો છે. હૈદરાબાદ સામે રમાયેલી મેચમાં માત્ર ૪૪ બોલમાં ૬૧ રનની તોફાની ઈનિગ રમીને સુદર્શને વર્તમાન સીઝનમાં ૫૦૦ રનનો આંકડો વટાવી દીધો છે. આ સાથે જ તેણે સતત ત્રણ સીઝનમાં ૫૦૦થી વધુ રન બનાવનારા દિગ્‍ગજો વિરાટ કોહલી, ક્રિસ ગેઈલ અને શિખર ધવનની બરોબરી કરી લીધી છે. સુદર્શને વર્ષ ૨૦૨૪માં ૫૨૭ રન બનાવ્‍યા હતા, જ્‍યારે ૨૦૨૫માં ૭૫૯ રન સાથે ઓરેન્‍જ કેપ જીતીને તરખાટ મચાવ્‍યો હતો. ચાલુ સીઝનમાં અત્‍યાર સુધીમાં ૧૨ મેચમાં એક સેન્‍ચુરી અને ૩ હાફ સેન્‍ચુરીની મદદથી તેના કુલ ૫૦૧ રન થયા છે, જે તેને સીઝનનો સેકન્‍ડ હાઈએસ્‍ટ રન સ્‍કોરર બનાવે છે

(3:49 PM IST)