તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th September 2026
જોન કેમ્પબેલનું તોફાન: ભારત સામે ૬૫ બોલમાં સૌથી ઝડપી ODI સદી ફટકારી રચ્યો ઇતિહાસ
રિકાર્ડો પોવેલનો ૨૭ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો : ગુવાહાટી વનડેમાં વેસ્ટ ઈન્ડિઝના ઓપનરની શાનદાર બેટિંગ

નવી દિલ્હી: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં બીજી વનડે રમાઈ રહી છે. કેરેબિયન ઓપનર જોન કેમ્પબેલે ધમાકેદાર સદી ફટકારીને ઇતિહાસ રચ્યો છે. તે ODI ક્રિકેટમાં ભારત સામે સદી ફટકારનાર વેસ્ટ ઈન્ડિઝનો સૌથી ઝડપી બેટ્સમેન બની ગયો છે. કેમ્પબેલે બીજી વનડેમાં માત્ર 65 બોલમાં પોતાની સદી પૂરી કરી. કેમ્પબેલે 27 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો. આ રેકોર્ડ અગાઉ રિકાર્ડો પોવેલના નામે હતો, જેમણે 1999માં ભારત સામે 72 બોલમાં સદી ફટકારી હતી. કેમ્પબેલે ODI ફોર્મેટમાં વેસ્ટ ઈન્ડિઝ માટે પાંચમી સૌથી ઝડપી સદી ફટકારી હતી. વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન દ્વારા 50 ઓવરના ફોર્મેટમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ બ્રાયન લારાના નામે છે, જેમણે 1999માં બાંગ્લાદેશ સામે 45 બોલમાં સદી ફટકારી હતી. ટોસ હારીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લેનાર વેસ્ટ ઈન્ડિઝની શરૂઆત ખરાબ રહી હતી. 10 બોલમાં 9 રન બનાવ્યા બાદ પ્રસિદ્ધ કૃષ્ણના હાથે કેસી કાર્ટીને આઉટ કરવામાં આવ્યા હતા. જોકે, ત્યારબાદ કેપ્ટન શાઈ હોપ અને જોન કેમ્પબેલે બીજી વિકેટ માટે 79 બોલમાં 110 રનની શાનદાર ભાગીદારી નોંધાવી. કેમ્પબેલ 68 બોલમાં 101 રન બનાવીને આઉટ થયો. તેણે 148 ના સ્ટ્રાઈક રેટથી રમતા પોતાની ઇનિંગ્સમાં નવ ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા. કેમ્પબેલને ગુર્નુર બ્રારે આઉટ કર્યો.પહેલી વનડેમાં હાર બાદ વેસ્ટ ઈન્ડિઝની ટીમે પ્લેઈંગ ઈલેવનમાં ચાર ફેરફાર કર્યા. આ દરમિયાન, ભારતીય ટીમે પણ એક ફેરફાર કર્યો. નીતીશ કુમાર રેડ્ડીના સ્થાને ફાસ્ટ બોલર આકિબ નબી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરી રહ્યો છે. ભારતીય ટીમે પ્રથમ વનડેમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ગિલની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાએ આઠ વિકેટથી જીત મેળવી હતી.
(6:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
