<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th September 2026

જાપાનમાં જસપ્રીત બુમરાહે શરીરના માપ પ્રમાણે ખાસ તકિયો બનાવડાવ્‍યોઃ પત્‍ની સંજના ગણેશન સાથેની મજાકીય ઓનલાઈન વાતચીત સોશિયલ મીડિયા પર વાયરલ

નિષ્‍ણાંતોએ તેમની ગરદન, પીઠ અને શરીરની રચનાના માપ લઈ અનુકૂળ તકિયો તૈયાર કર્યો

નવી દિલ્‍હી તા.૨૪: ભારતીય ઝડપી બોલર જસપ્રીત બુમરાહનો જાપાનમાં ખાસ તકિયો બનાવડાવતો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્‍યો છે. ભારતીય ટીમ સાથે એશિયન ગેમ્‍સ માટે જાપાન ગયેલા બુમરાહ એક બેડિગ સ્‍ટુડિયોમાં પહોંચ્‍યા હતા, જ્‍યાં નિષ્‍ણાતોએ તેમની ગરદન, પીઠ અને શરીરની રચનાના માપ લઈ અનુકૂળ તકિયો તૈયાર કર્યો. સાથી ખેલાડી અક્ષર પટેલે તેનો વીડિયો બનાવ્‍યો હતો. બુમરાહની પત્‍ની સંજના ગણેશને મજાકમાં પૂછ્‍યું કે આ માટે જાપાન સુધી જવું પડ્‍યું? તેના જવાબમાં બુમરાહે પણ રમૂજી પ્રતિભાવ આપ્‍યો કે માગશો ત્‍યારે તકિયો વહેંચશે નહીં. આ હળવી વાતચીત ઝડપથી વાયરલ થઈ.

(3:45 PM IST)