તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Wednesday, 23rd September 2026
જાપાનમાં જસપ્રીત બુમરાહે શરીરના માપ પ્રમાણે ખાસ તકિયો બનાવડાવ્યો; પત્ની સંજના ગણેશન સાથેની મજાકીય ઓનલાઈન વાતચીત સોશિયલ મીડિયા પર વાયરલ
નિષ્ણાતોએ તેમની ગરદન, પીઠ અને શરીરની રચનાના માપ લઈ અનુકૂળ તકિયો તૈયાર કર્યો

ભારતીય ઝડપી બોલર જસપ્રીત બુમરાહનો જાપાનમાં ખાસ તકિયો બનાવડાવતો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યો છે. ભારતીય ટીમ સાથે એશિયન ગેમ્સ માટે જાપાન ગયેલા બુમરાહ એક બેડિંગ સ્ટુડિયોમાં પહોંચ્યા હતા, જ્યાં નિષ્ણાતોએ તેમની ગરદન, પીઠ અને શરીરની રચનાના માપ લઈ અનુકૂળ તકિયો તૈયાર કર્યો. સાથી ખેલાડી અક્ષર પટેલે તેનો વીડિયો બનાવ્યો હતો. બુમરાહની પત્ની સંજના ગણેશને મજાકમાં પૂછ્યું કે આ માટે જાપાન સુધી જવું પડ્યું? તેના જવાબમાં બુમરાહે પણ રમૂજી પ્રતિભાવ આપ્યો કે માગશો ત્યારે તકિયો વહેંચશે નહીં. આ હળવી વાતચીત ઝડપથી વાયરલ થઈ.
(10:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
