News of Sunday, 26th July 2026
હોકીમાં ભારતનો ડંકો: પુરુષ ટીમે ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને જીત્યો એશિયન ચેમ્પિયનશિપનો ગોલ્ડ, વર્લ્ડ કપની ટિકિટ પણ પાક્કી : મહિલાઓએ જીત્યો સિલ્વર
પુરુષ અને મહિલા યુથ હોકી5s એશિયન ચેમ્પિયનશિપમાં ભારતનું શાનદાર પ્રદર્શન, પુરુષ ટીમે ચિરપરિચિત હરીફ પાકિસ્તાનને ફાઇનલમાં ચિત કર્યું, બંને ટીમો હવે હોકી5s વર્લ્ડ કપમાં રમશે

નવી દિલ્હી તા.૨૬ : ભારતીય હોકી માટે ગર્વની ક્ષણ. મેન્સ અને વુમન્સ યુથ હોકી5s એશિયન ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમોએ મેડલ જીતીને તિરંગો લહેરાવ્યો છે.
ફાઇનલ મુકાબલામાં ભારતીય પુરુષ ટીમે પરંપરાગત હરીફ પાકિસ્તાનને હરાવીને ગોલ્ડ મેડલ પર કબ્જો જમાવ્યો. રોમાંચક મેચમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર રમતનું પ્રદર્શન કર્યું અને પાકિસ્તાનને હરાવીને એશિયાના ચેમ્પિયન બન્યા.
આ જીત સાથે જ ભારતીય પુરુષ ટીમે આગામી હોકી5s વર્લ્ડ કપ માટે પણ ક્વોલિફાય કરી લીધું છે.
મહિલા ટીમે પણ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું. ફાઇનલ સુધીની સફર કરીને ટીમે સિલ્વર મેડલ જીત્યો. મહિલા ટીમે પણ વર્લ્ડ કપ માટે ક્વોલિફિકેશન મેળવી લીધું છે.
હોકી5s એ હોકીનું નવું અને ઝડપી ફોર્મેટ છે. જેમાં 5-5 ખેલાડીઓ રમે છે અને મેદાન પણ નાનું હોય છે. આ ફોર્મેટ યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય બની રહ્યું છે.
ભારતીય ટીમોના આ મેડલ વિજેતા અભિયાનથી દેશભરમાં ખુશીનો માહોલ છે. હોકી ઇન્ડિયાએ બંને ટીમોને શુભેચ્છા પાઠવી છે અને કહ્યું કે આ જીત ભારતમાં હોકીના ભવિષ્ય માટે સારો સંકેત છે.
(2:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
