<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd September 2026

જાપાન સામે ભારતનો ધબકારા વધારતો વિજય, ૨ રને મેચ જીતી

એશિયન ગેમ્‍સના પ્રથમ મેચમાં માત્ર ૫ ઓવરની મેચમાં જબરદસ્‍ત રોમાંચઃ ભારતે ૩૨ રનનો પડકાર આપ્‍યો, જાપાન ૩૦ રન સુધી જ પહોંચી શક્‍યું વોશિંગ્‍ટન સુંદરની શાનદાર બોલીંગ

સાનોઃ એશિયન ગેમ્‍સની તૈયારીઓ વચ્‍ચે ભારત અને જાપાન વચ્‍ચે રમાયેલી ટૂંકી પરંતુ અત્‍યંત રોમાંચક ટી-૨૦ મેચમાં ટીમ ઈન્‍ડિયાએ જાપાનને માત્ર ૨ રનથી હરાવીને શાનદાર જીત નોંધાવી હતી. વરસાદના કારણે મેચને ઘટાડીને માત્ર ૫-૫ ઓવરની કરવામાં આવી હતી, જેના કારણે શરૂઆતથી જ બંને ટીમો વચ્‍ચે જબરદસ્‍ત રસાકસી જોવા મળી હતી.

ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતાં ૫ ઓવરમાં ૪ વિકેટ ગુમાવીને ૩૨ રનનો સ્‍કોર ઉભો કર્યો હતો. ટૂંકી મેચ હોવાથી દરેક રન મહત્‍વનો બની ગયો હતો. ભારત તરફથી શ્રેયસ અય્‍યરે ૧૨ બોલમાં ૧૬ રનની ઉપયોગી ઇનિંગ્‍સ રમી ટીમને સંદ્યર્ષપૂર્ણ સ્‍કોર સુધી પહોંચાડવામાં મહત્‍વની ભૂમિકા ભજવી હતી. સંજુ સેમસને પણ ૭ બોલમાં ૯ રનનું યોગદાન આપ્‍યું હતું.

ભારતે આપેલા ૩૩ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી જાપાનની ટીમે શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્‍યું હતું. નાની મેચમાં ઓછા બોલ અને નાનો લક્ષ્યાંક હોવાથી જાપાન માટે જીતની સારી તક હતી. ભારતીય બોલરો સામે જાપાની બેટરોએ રન બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીય ટીમે મહત્‍વની ક્ષણોમાં દબાણ જાળવી રાખ્‍યું હતું.

વોશિંગ્‍ટન સુંદરે બોલિંગમાં કમાલ કરતાં ૨ મહત્‍વની વિકેટ ઝડપી હતી. ભારતીય બોલરોની કસોટી કરતી જાપાનની ટીમ અંતિમ બોલ સુધી લડતી રહી હતી. જોકે ભારતીય ટીમે અંતિમ ક્ષણોમાં શાનદાર નિયંત્રણ જાળવી રાખ્‍યું અને જાપાનને ૫ ઓવરમાં ૩ વિકેટે ૩૦ રન સુધી જ રોકી દીધું હતું. આ સાથે ભારતે રોમાંચક રીતે ૨ રનથી વિજય મેળવી લીધો હતો.

મેચ દરમિયાન અનેક વખત એવું લાગ્‍યું હતું કે જાપાન ભારતીય ટીમને મુશ્‍કેલીમાં મૂકી શકે છે. પરંતુ ભારતીય બોલરોએ દબાણભરી પરિસ્‍થિતિમાં પોતાની લાઇન-લેન્‍થ જાળવી રાખી હતી. અંતિમ બોલ સુધી ચાલેલી આ ટક્કરમાં ભારતે માત્ર બે રનના અંતરથી બાજી મારી હતી.

આ મુકાબલો ભારત અને જાપાન વચ્‍ચેનો એક યાદગાર ક્રિકેટ મુકાબલો બની રહ્યો હતો. ખાસ કરીને માત્ર ૫ ઓવરની મેચમાં ૩૨ રનના નાના સ્‍કોરનો બચાવ કરીને ભારતે બે રનની જીત મેળવવી એ મેચનો સૌથી રોમાંચક હિસ્‍સો રહ્યો હતો. એશિયન ગેમ્‍સના સંદર્ભમાં પણ આ મુકાબલાએ ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્‍સુકતા જગાવી છે.

(3:04 PM IST)