<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

કારગિલ વિજય દિવસે પાકિસ્‍તાની બોક્‍સરને માત આપીને ભારતના જાદુમણિ સિંહે યુદ્ધના નાયકોને જીત સમર્પિત કરી

મેડલ કન્‍ફર્મ કરવા આજે ક્‍વોર્ટર ફાઈનલમાં જીતવું પડશે

રાજકોટઃ કોમનવેલ્‍થ ગેમ્‍સ ૨૦૨૬માં જાદુમણિ સિંહ મંડેન્‍ગબામે પુરૂષોની ૫૫ કિલો કેટેગરીના રાઉન્‍ડર ઓફ ૧૬માં વિજય મેળવ્‍યો હતો. તેણે પાકિસ્‍તાનના સુમામા રહમાન સામે ૫-૦થી જીત નોંધાવી હતી. મણિપુરનો ૨૨ વર્ષનો આ ખેલાડી આજે ક્‍વોર્ટર ફાઈનલમાં ઈંગ્‍લેન્‍ડના હરીફ સામે ટકરાશે અને સેમી-ફાઈનલમાં પહોંચીને મેડલ પાકો કરવાનો પ્રયાસ કરશે.

મેચ પછી બન્‍ને દેશના બોક્‍સરો વચ્‍ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને તેમણે હાથ ીમલાવ્‍યા ન હતા. ૨૬ જુલાઈએ કારગિલ વિજય દિવસ નિમિતે મળેલી આ જીત જાદુમણિએ કારગિલ યુદ્ધના નાયકોને સમર્પિત કરી હતી.

મણિપુરના ઈમ્‍ફાલનો જાદુમણ સિંહ શરૂઆતમાં ફુટબોલર બનવાની ઈચ્‍છા રાખતો હતો. પરંતુ તેના કાકાએ પછીથી તેને બોક્‍સિંગ સાથે પરિચય કરાવ્‍યો હતો. જાદુમણિ સિંહ પંચાવન કિલો કેટેગરીમાં અગાઉ નેશનલ ટાઈટલ અને વર્લ્‍ડ બોક્‍સિંગ કપમાં સિલ્‍વર મેડલ જીતી ચુક્‍યો છે.

(3:09 PM IST)