<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th November 2026

ભારતની આશાઓ પર શ્રીલંકાએ પાણી ફરી વળ્‍યું

૩૧૭ રનનો મોટો સ્‍કોર પણ ન બચાવી શક્‍યો ભારત ‘એ'નેઃ શ્રીલંકા ‘એ'૮ વિકેટે જીત સાથે ફાઇનલમાં, ભારતની સફર સેમિફાઇનલમાં સમાપ્‍ત

દોહાઃ એશિયા કપ રાઇઝિંગ સ્‍ટાર્સમાં ભારતીય ટીમની ફાઇનલમાં પહોંચવાની આશા પર શ્રીલંકાએ પાણી ફેરવી દીધું છે. પ્રથમ સેમિફાઇનલમાં ભારત ‘એ'એ ૫૦ ઓવરમાં ૮ વિકેટે ૩૧૭ રનનો વિશાળ સ્‍કોર નોંધાવ્‍યો હોવા છતાં શ્રીલંકા ‘એ'એ આ લક્ષ્યાંકને આસાનીથી હાંસલ કરી ૮ વિકેટે વિજય મેળવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. શ્રીલંકાના બેટર્સે ભારતીય બોલિંગ સામે આક્રમક બેટિંગ કરી મેચને એકતરફી બનાવી દીધી હતી.

ભારત તરફથી અભિષેક શર્માએ ૬૩ બોલમાં ૭૮ રનની શાનદાર ઇનિંગ રમી હતી. વૈભવ સૂર્યવંશીએ ૨૭ બોલમાં ૪૦ રન ફટકારી શરૂઆતથી જ આક્રમક અંદાજ બતાવ્‍યો હતો. કેપ્‍ટન તિલક વર્માએ ૫૩ રનનું યોગદાન આપ્‍યું હતું, જયારે શાહબાઝ અહેમદે ૪૮ બોલમાં અણનમ ૫૪ રન નોંધાવી ભારતને ૩૧૭ રન સુધી પહોંચાડ્‍યું હતું.

જોકે, શ્રીલંકાના ઓપનર્સે ભારતીય બોલર્સની મુશ્‍કેલી વધારી દીધી હતી. લસિથ ક્રૂસ્‍પુલેએ ૧૧૬ રનની સદી ફટકારી, જયારે સિનેથ જયવર્ધને ૧૦૫ રનની વિસ્‍ફોટક ઇનિંગ રમી હતી. બંને વચ્‍ચે પ્રથમ વિકેટ માટે ૧૭૪ રનની ભાગીદારી થતાં ભારત મેચમાં પાછું ફરવાની તક ગુમાવી બેઠું હતું.

શ્રીલંકાએ ૪૧.૩ ઓવરમાં માત્ર બે વિકેટ ગુમાવી ૩૧૮ રન બનાવી વિજય મેળવ્‍યો હતો. આ હાર સાથે ભારત ‘એ'ની ટુર્નામેન્‍ટમાં સફર સમાપ્ત થઈ છે, જયારે શ્રીલંકાએ ફાઇનલમાં સ્‍થાન નિヘતિ કર્યું છે.

(3:40 PM IST)