તા. ૩૦ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧૨ શુક્રવાર
News of Wednesday, 30th September 2026
એશિયન ગેમ્સ ૨૦૨૬માં ભારતનો ધમાકો: શૂટિંગ અને તીરંદાજીમાં ૨ ગોલ્ડ મેડલ સાથે વર્લ્ડ રેકોર્ડની બરાબરી; કુસ્તીમાં સુનીલ કુમારે જીત્યો બ્રોન્ઝ મેડલ!
ગ્રીકો-રોમનમાં ૨ મેડલ જીતનાર સુનીલ કુમાર પ્રથમ ભારતીય બન્યો; કમ્પાઉન્ડ આર્ચરીમાં મહિલા ટીમે ૨૩૮ પોઈન્ટ્સ સાથે વર્લ્ડ રેકોર્ડ બનાવી રચેલો ઈતિહાસ

આઈચી-નાગોયા (જાપાન), તા.૩૦: જાપાન ખાતે યોજાયેલી એશિયન ગેમ્સ ૨૦૨૬ના બુધવારના દિવસે ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને સુવર્ણ સફળતા હાસલ કરી છે. શૂટિંગ અને તીરંદાજીમાં ૨ ગોલ્ડ મેડલ જીતવા ઉપરાંત કુસ્તીબાજ સુનીલ કુમારે ગ્રીકો-રોમન કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીતીને આ રમતોત્સવમાં ભારતનું કુસ્તીમાં મેડલનું ખાતું ખોલાવ્યું છે.
કુસ્તીમાં સુનીલ કુમારનું પ્રભુત્વપૂર્ણ પ્રદર્શન
પુરુષોની ગ્રીકો-રોમન ૮૭ કિગ્રા શ્રેણીમાં ભારતના સુનીલ કુમારે ફિલિપાઈન્સના કેલમ જોહ્ન્સ્ટન રોબર્ટ્સ સામે વન-સાઇડેડ મેચ રમી હતી. તેમણે 'ટેકનિકલ સુપિરિયોરિટી'ના આધારે ૯-૦ થી શાનદાર જીત મેળવીને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. આ જીત સાથે સુનીલ કુમાર એશિયન ગેમ્સમાં બે ગ્રીકો-રોમન મેડલ જીતનાર પ્રથમ ભારતીય કુસ્તીબાજ બની ગયા છે.
તીરંદાજીમાં મહિલા ટીમનો વર્લ્ડ રેકોર્ડ સ્કોર સાથે ગોલ્ડ
તીરંદાજીમાં જ્યોતિ વેન્નમ, ચિકિતા તનિપાર્થી અને પૃથિકા પ્રદીપની ભારતીય મહિલા કમ્પાઉન્ડ ટીમે ફાઇનલમાં ચીનની ટીમને ૨૩૮-૨૩૪ ના માર્જિનથી હરાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. ભારતીય ટીમે ૨૩૮ નો સ્કોર કરીને ૨૦૧૪માં દક્ષિણ કોરિયા દ્વારા સ્થાપિત વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી હતી.
શૂટિંગ મિક્સ્ડ ટ્રેપમાં ભારતનો ઐતિહાસિક પ્રથમ ગોલ્ડ
શૂટિંગ સ્પર્ધામાં નીરુ ધાંડા અને કાયનન ચેનાઈની જોડીએ મિક્સ્ડ ટ્રેપ ટીમ ઈવેન્ટમાં ૩૪ નો સ્કોર નોંધાવીને નવો એશિયન ગેમ્સ રેકોર્ડ બનાવ્યો હતો અને કતારના ૩૦ ના જૂના રેકોર્ડને તોડીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. મિક્સ્ડ ટ્રેપ ઈવેન્ટમાં ભારત માટે આ સર્વપ્રથમ સુવર્ણચંદ્રક છે. આ સ્પર્ધામાં કતારે સિલ્વર અને ચીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
(5:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
