તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 14th September 2026
ભારતીય મહિલા જુનિયર હોકી ટીમે ચીનને ૧-૦ થી હરાવ્યું
હોકી એશિયા કપ જીતીને રચ્યો ‘ઇતિહાસ' ત્રીજી વખત AHF જુનિયર એશિયા કપનો ખિતાબ જીતી લીધો

નવી દિલ્હી : સાનિકા ચંદ્રકાંત માનેના એકમાત્ર ગોલના દમ પર ભારતીય મહિલા જુનિયર હોકી ટીમે ચીનને ફાઇનલમાં ૧-૦ થી હરાવીને સતત ત્રીજી વખત AHF જુનિયર એશિયા કપનો ખિતાબ જીતી લીધો છે. આ જીતની સાથે જ ટીમે જુનિયર હોકી વર્લ્ડ કપ માટે પણ પોતાની ટિકિટ પાકી કરી લીધી છે.
ફાઇનલમાં ભારત માટે વિનિંગ ગોલ ૧૭મી મિનિટે સાનિકાએ કર્યો અને આ જ ગોલ નિર્ણાયક સાબિત થયો. મેચની શરૂઆતમાં બંને ટીમો બોલ પર કંટ્રોલ માટે ઝૂઝતી જોવા મળી. ચીને વધુ સમય સુધી બોલ પોતાની પાસે રાખીને ભારત પર પ્રેશર બનાવ્યું પરંતુ ભારતીય ડિફેન્સે ધૈર્ય ન ગુમાવ્યું અને શરૂઆતી દબાણને સારી રીતે સહન કરી લીધું. પહેલો ક્વાર્ટર આગળ વધવાની સાથે જ ભારતનું રક્ષણ વધુ મજબૂત થઈ ગયું અને યજમાન ચીનને સર્કલમાં કોઈ મોકો ન મળ્યો.
ભારતે આખા ટૂર્નામેન્ટમાં એક પણ મેચ ન હારી. પૂલ સ્ટેજમાં ૩ જીત અને ૧ ડ્રો સાથે ટોપ પર રહ્યું. સેમિફાઇનલમાં દક્ષિણ કોરિયાને ૫-૧થી હરાવ્યું અને હવે ફાઇનલમાં ચીનને હરાવીને હેટ્રિક ખિતાબ જીત્યો. આ જીત પર હોકી ઇન્ડિયાએ દરેક ખેલાડીને ૩ લાખ અને સપોર્ટ સ્ટાફને ૧.૫ લાખ રૂપિયા ઇનામ આપવાની જાહેરાત કરી છે.
(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
