તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 27th October 2026
કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમોએ માર્યો જીતનો ચોગ્ગો

અમદાવાદઃ કોમનવેલ્થ કબડ્ડી ચૅમ્પિયનશિપ ૨૦૨૬માં ભારતનો વિજયરથ યથાવત્ છે. ભારતીય વિમેન્સ ટીમે પોતાની ગ્રુપ-સ્ટેજ મૅચો પૂરી કરીને ગ્રુપ એમાં ટૉપના સ્થાન સાથે સેમી-ફાઇનલમાં ઑફિશ્યલ એન્ટ્રી કરી છે. મેન્સ ટીમે હજી બે ગ્રુપ-સ્ટેજ મૅચો રમવાની બાકી છે.
વિમેન્સ ટીમોની ટક્કરમાં ભારતે નાઈજીરિયાને ૩૮-૧૦ના સ્કોરથી હરાવ્યું હતું. ભારતની મેન્સ ટીમે પણ નાઇજીરિયા સામેની ટક્કરમાં ૫૦-૨૩ની સ્કોરલાઈનથી જીત નોંધાવી હતી. ભારતીય મેન્સ ટીમ આજે ૨૭ તાન્ઝાનિયા અને ૨૯ મીએ શ્રીલંકા સામે રમશે.
(3:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
