News of Sunday, 26th July 2026
ભારતીય ટીમ ફરીએકવાર આઈસીસી પુરુષ ટી20 રેન્કિંગમાં નંબર-1 પર પહોંચી
ઈંગ્લેન્ડના હાથે 0-4થી T20I સિરીઝ હાર્યા બાદ ભારતે નંબર-1નો તાજ ગુમાવ્યો હતો. પરંતુ ઝિમ્બાબ્વે પ્રવાસ પર 2 શાનદાર જીત બાદ ટીમ ઈન્ડિયા એ ફરી પોતાનો દબદબો બનાવ્યો

હરારેમાં રમાયેલ ટી20 સિરીઝની બીજી મેચમાં ભારતીય ટીમે ઝિમ્બાબ્વેને 90 રનથી હરાવ્યું હતું, જે પછી ભારતે સિરીઝમાં 2-0ની અજેય લીડ મેળવી લીધી હતી. આ જીતનો ફાયદો ભારતીય ટીમને આઈસીસી રેન્કિંગમાં પણ મળ્યો. ભારતીય ટીમ ફરીએકવાર આઈસીસી પુરુષ ટી20 રેન્કિંગમાં નંબર-1 પર પહોંચી ગઈ છે.
હાલમાં ઈંગ્લેન્ડના હાથે 0-4થી T20I સિરીઝ હાર્યા બાદ ભારતે નંબર-1નો તાજ ગુમાવ્યો હતો. પરંતુ ઝિમ્બાબ્વે પ્રવાસ પર 2 શાનદાર જીત બાદ ટીમ ઈન્ડિયા એ ફરી પોતાનો દબદબો બનાવ્યો છે. પ્રથમ T20Iમાં વૈભવ સૂર્યવંશીની આક્રમક અડધી સદીએ ભારતને જીત અપાવી હતી. જ્યારે બીજી મેચમાં બેટર્સે સંપૂર્ણ જવાબદારી પોતાના ખભે ઉઠાવી હતી. જેમાં ઈશાન કિશન, શ્રેયસ અય્યર અને તિલક વર્મા એ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
ટી20 ક્રિકેટમાં વર્તમાન ચેમ્પિયન ભારતીય ટીમ માટે ફરી નંબર-1 રેન્ક હાંસલ કરવો એ માત્ર આંકડાઓની ઘટના નથી. પરંતુ ભારતીય ખેલાડીઓએ ઈંગ્લેન્ડ અને આયર્લેન્ડ વિરુદ્ધ મળેલા પરાજયની નિરાશા ખંખેરી કમબેક કરતા મેદાન પર આપેલો જવાબ પણ છે. ઝિમ્બાબ્વે વિરુદ્ધ બેટિંગ, બોલિંગ અને કેપ્ટન્સી એમ તમામ મામલે ભારતે શાનદાર પ્રદર્શન કર્યું છે.
(5:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
