News of Wednesday, 15th April 2026
વિઝડન એવોર્ડ્સમાં ભારતીય ખેલાડીઓનો ડંકોઃ દીપ્તિ શર્મા ‘વુમન ક્રિકેટર ઓફ ધ યર' જાહેર
અભિષેક શર્માનું પણ વિશેષ સન્માનઃ આઇસીસી વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન બદલ દીપ્તિને, પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત

નવી દિલ્હી : ક્રિકેટની બાઇબલ ગણાતી સંસ્થા ‘વિઝડન' દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા એવોર્ડ્સમાં ભારતીય ક્રિકેટરોએ પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. ભારતીય મહિલા ટીમની સ્ટાર ઓલરાઉન્ડર દીપ્તિ શર્માને વર્ષની શ્રેષ્ઠ મહિલા ક્રિકેટર તરીકે જાહેર કરવામાં આવી છે. આ સાથે જ યુવા બેટ્સમેન અભિષેક શર્મા ને પણ તેમના શાનદાર પ્રદર્શન બદલ સન્માનિત કરવામાં આવ્યા છે.
ગયા વર્ષે રમાયેલા આઇસીસી મહિલા વન-ડે વર્લ્ડ કપમાં દીપ્તિ શર્માએ બેટ અને બોલ બંને વડે અદભૂત પ્રદર્શન કર્યું હતું. મુશ્કેલ સમયમાં ટીમને ઉગારવાની ક્ષમતા અને તેની ચોકસાઈભરી સ્પિન બોલિંગને કારણે તેણે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા મેળવી છે. તેના આ સાતત્યપૂર્ણ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને વિઝડન દ્વારા તેને આ પ્રતિષ્ઠિત ખિતાબથી નવાજવામાં આવી છે.બીજી તરફ, ભારતીય પુરુષ ક્રિકેટના ઉભરતા સિતારા અભિષેક શર્માને પણ વિઝડન એવોર્ડ્સમાં સ્થાન મળ્યું છે. વિસ્ફોટક બેટિંગ અને આક્રમક શૈલી માટે જાણીતા અભિષેકનું સન્માન ભારતીય ક્રિકેટના ઉજ્જવળ ભવિષ્યનો સંકેત આપે છે.
(3:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
