<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

ભારતીય ક્રિકેટ જગતના મહારથી મહેન્‍દ્રસિંહ ધોનીનો આજે અને સૌરવ ગાંગુલીનો આવતીકાલે જન્‍મ દિવસ

‘‘કેપ્‍ટન કુલ'' ૪૬માં વર્ષમાં જયારે ‘‘દાદા''નો ૫૫ વર્ષમાં મંગલ પ્રવેશ : ભારતીય રેલવેમાં ટીટીમાંથી બન્‍યા વિશ્વ પ્રસિદ્ધ ક્રિકેટર, આઈસીસીની ત્રણેય ટ્રોફી જીતનાર વિશ્વના એકમાત્ર કેપ્‍ટન છે ધોની : ભારતના સૌથી સફળ કેપ્‍ટનોમાં સ્‍થાન ધરાવે છે ગાંગુલી

(જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપી : ભારતીય ક્રિકેટ ટીમના મહારથી અને સફળ કેપ્‍ટનો પૈકીના એક એવા  મહેન્‍દ્ર સિંહ ધોનીનો આજે એટલે કે ૭ મી જુલાઈના રોજ અને સૌરવ ગાંગુલીનો આવતીકાલે એટલે કે ૮મી જુલાઈના જન્‍મ દિવસ છે.

ભારતીય ક્રિકેટમાં  ધોનીનું યોગદાન અનેરું છે, તો સૌરવ ગાંગુલી ની ભુમિકા પણ પ્રસંશનીય રહી છે. કહી શકાય કે ગાંગુલીએ ભારતીય ક્રિકેટને સ્‍ટેબલ કર્યું તો ધોનીએ રફતારને આગળ ધપાવી. આવો આપણે ક્રિકેટ જગતના આ બંને મહારથીઓ વિશે જોઈએ તો મહેન્‍દ્ર સિંહ ધોનીનો જન્‍મ ૭મી જુલાઈ, ૧૯૮૧ના રોજ હાલના ઝારખંડ રાંચી ખાતે થયો હતો. પિતાનું નામ પાનસિંહ ધોની અને માતાનું નામ  દેવકી દેવી, તેમના પ્રારંભિક જીવનમાં મહેન્‍દ્ર સિંહ ધોનીનો જન્‍મ સામાન્‍ય મધ્‍યમવર્ગીય પરિવારમાં થયો હતો. બાળપણમાં તેમને ક્રિકેટ કરતાં ફૂટબોલમાં વધુ રસ હતો અને તેઓ સ્‍કૂલની ટીમમાં ગોલકીપર હતા. તેમના કોચે તેમની વિકેટકીપિંગની કુશળતા જોઈ તેમને ક્રિકેટ રમવાની સલાહ આપી. ત્‍યારબાદ તેમણે ક્રિકેટમાં જ કારકિર્દી બનાવી, ભારતીય ટીમમાં સ્‍થાન મેળવતા પહેલાં ધોનીએ ભારતીય રેલવેમાં ટ્રાવેલિંગ ટિકિટ એક્‍ઝામિનર (TTE) તરીકે પણ નોકરી કરી હતી.

આંતરરાષ્‍ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ અંગે સમજીએ તો ધોનીએ ૨૩ ડિસેમ્‍બર, ૨૦૦૪ના રોજ બાંગ્‍લાદેશ સામે વન-ડેમાં આંતરરાષ્‍ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો. ૫ એપ્રિલ, ૨૦૦૫ ના રોજ પાકિસ્‍તાન સામે વિશાખાપટ્ટનમમાં ૧૪૮ રનની વિસ્‍ફોટક ઇનિંગ્‍સ રમીને વિશ્વનું ધ્‍યાન ખેંચ્‍યું. ધોનીને ૨૦૦૭માં ભારતીય ટી-૨૦ ટીમના કેપ્‍ટન બનાવવામાં આવ્‍યા ત્‍યારથી ભારતીય ક્રિકેટનો જાણે સુવર્ણ યુગ શરૂ થયો. તેમની કેપ્‍ટનશિપ હેઠળ ભારતે અનેક ઐતિહાસિક ધોનીની સૌથી મોટી સિદ્ધિઓમાં *૨૦૦૭ - પ્રથમ ટી-૨૦ વર્લ્‍ડ કપ વિજેતા, *૨૦૧૧ - ૨૮ વર્ષ બાદ ભારતને વન-ડે વર્લ્‍ડ કપ જીતાડ્‍યો, *૨૦૧૩ - ચેમ્‍પિયન્‍સ ટ્રોફી જીતાડી, *ટેસ્‍ટ ક્રિકેટમાં ભારતને પ્રથમ વખત નંબર-૧ સ્‍થાન અપાવ્‍યું, *ભારતના સૌથી સફળ કેપ્‍ટનોમાં સ્‍થાન મેળવ્‍યું. ધોની વિશ્વના એકમાત્ર એવા કેપ્‍ટન છે જેમણે આઇસીસીની ત્રણેય મોટી ટ્રોફી ટી ટ્‍વેન્‍ટી, વર્લ્‍ડ કપ, અને વન ડે ઇન્‍ટરનેશનલ કપ અને ચેમ્‍પિયન્‍સ ટ્રોફી  જીતી છે.

માહી  ચેન્નાઈ સુપર કિંગ્‍સ એટલે કે સીએસકેના સૌથી સફળ કેપ્‍ટન છે. તેમની આગેવાનીમાં સીએસકેએ અનેક વખત આઇપીએલ  ચેમ્‍પિયન બનવાનો ગૌરવ મેળવ્‍યું છે. તેઓ આઇપીએલ ઇતિહાસના સૌથી લોકપ્રિય ખેલાડીઓમાંના એક છે.

મહેન્‍દ્રસિંહ ધોની વિશ્વના શ્રેષ્‍ઠ ફિનિશરોમાંના એક ગણાય છે. તેમજ શાનદાર વિકેટકીપર , વીજળી જેવી ઝડપી સ્‍ટમ્‍પિંગ, દબાણમાં પણ શાંત રહેવાની અદભુત ક્ષમતા હેલિકોપ્‍ટર શોટ માટે વિશ્વપ્રસિદ્ધ છે.

આપણા આ કેપ્‍ટન કુલએ ૫૦૦ થી વધુ આંતરરાષ્‍ટ્રીય મેચ, ૧૭,૦૦૦ થી વધુ આંતરરાષ્‍ટ્રીય રન, આંતરરાષ્‍ટ્રીય ક્રિકેટમાં ૮૦૦ થી વધુ વિકેટકીપિંગ કર્યું છે. ભારત માટે સૌથી વધુ મેચમાં કેપ્‍ટનશિપ કરનારખેલાડીઓમાં સ્‍થાન ધરાવે છે, અનેક મેચોમાં નોટ આઉટ રહીને ટીમને જીત અપાવી છે.

ધોની ને રાજીવ ગાંધી ખેલ રત્‍ન પુરસ્‍કાર (૨૦૦૭-૦૮), પદ્મ શ્રી (૨૦૦૯), પદ્મ ભૂષણ (૨૦૧૮) સહિત અનેક પુરસ્‍કારો મળ્‍યા છે. ધોનીએ ૩૦મી ડિસેમ્‍બર, ૨૦૧૪ના રોજ તમામ આંતરરાષ્‍ટ્રીય ક્રિકેટમાં થી નિવળત્તિ લીધી અને ૧૫ ઓગસ્‍ટ, ૨૦૨૦ નિવળત્તિ બાદ પણ તેઓ આઇપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્‍સ માટે રમતા રહ્યા અને યુવા ખેલાડીઓ ને માર્ગદર્શન આપતા રહ્યા.

મહેન્‍દ્ર સિંહ ધોનીને ભારતીય સેનામાં લેફ્‌ટનન્‍ટ કર્નલ (માનદ)નું સન્‍માન મળ્‍યું છે. તેઓ બાઈક અને કારના ખૂબ જ શોખીન છે. રાંચીમાં તેમના ગેરેજમાં અનેક દુર્લભ બાઈક અને કારનો સંગ્રહ છે . તેઓ ખૂબ જ શાંત સ્‍વભાવના હોવાથી તેમને ‘કેપ્‍ટન કૂલ' કહેવામાં આવે છે.

મહેન્‍દ્ર સિંહ ધોની વિશે ટૂંકમાં એવું કહી શકાય કે તેઓ માત્ર મહાન ક્રિકેટર જ નહીં, પરંતુ વિશ્વ ક્રિકેટના સૌથી સફળ, શાંત અને પ્રેરણાદાયક કેપ્‍ટનોમાંના એક છે. તેમની આગેવાનીમાં ભારતે ત્રણેય આઇસીસી ટ્રોફી જીતીને વિશ્વ ક્રિકેટમાં નવી ઓળખ બનાવી હતી. ધોનીનું નેતળત્‍વ નિર્ણાયક ક્ષણે મેચ જીતાડવાની ક્ષમતા અને વિનમ્ર સ્‍વભાવ તેમને કરોડો ક્રિકેટ પ્રેમીઓના હૃદયમાં આજે પણ વિશેષ સ્‍થાન અપાવે છે.

HAPPY BIRTHDAY MAAHI....

હવે જો આપણે સૌરવ ગાંગુલીની કારકિર્દીની ઝલક જોઈએ તો, સૌરવ ગાંગુલીનો જન્‍મ ૮મી જુલાઈ ૧૯૭૨ના રોજ, પヘમિ બંગાળના  કોલકાતા ખાતે થયો હતો. પિતાનું નામ ચંડી દાસ ગાંગુલી અને માતાનું નામ  નિરૂપા ગાંગુલી. સૌરવ ગાંગુલીનો જન્‍મ સમળદ્ધ પરિવારમાં થયો હતો. શરૂઆતમાં તેમને ફૂટબોલમાં રસ હતો, પરંતુ મોટા ભાઈ સ્‍નેહાશિષના પ્રોત્‍સાહનથી તેમણે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું.

ગાંગુલી હાઈસ્‍કૂલકાળથી જ  પ્રતિભાશાળી બેટ્‍સમેન તરીકે જાણીતા બન્‍યા. ગાંગુલીએ ૧૯૯૨માં ભારત માટે વન-ડેમાં ડેબ્‍યૂ કર્યું હતું. જો કે શરૂઆત સફળ રહી નહોતી ,  ત્‍યારબાદ ૧૯૯૬ માં ઇંગ્‍લેન્‍ડના લોર્ડ્‍સ મેદાન પર ટેસ્‍ટ ડેબ્‍યૂમાં જ તેમણે ૧૩૧ રનની શાનદાર સદી ફટકારી હતી , ત્‍યાર પછીની ટેસ્‍ટમાં પણ સદી બનાવી તેમણે પોતાની પ્રતિભા સાબિત કરી.

સૌરવ ગાંગુલીની કારકિર્દી જાણે વળાંક આવ્‍યો. વર્ષ ૨૦૦૦માં મેચ ફિકિસંગ કૌભાંડ બાદ ભારતીય ક્રિકેટ મુશ્‍કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું હતું, તે સમયે સૌરવ ગાંગુલીને ટીમની કમાન સોંપવામાં આવી. તેમણે યુવા ખેલાડીઓને તક આપી અને મજબૂત ટીમ બનાવી. તેમના નેતળત્‍વમાં યુવરાજ સિંહ, મહેન્‍દ્ર સિંહ ધોની, હરભજન સિંહ, ઝહીર ખાન, વીરેન્‍દ્ર સેહવાગ, ગૌતમ ગંભીર અને ઇરફાન પઠાણ જેવા ખેલાડીઓએ આંતરરાષ્‍ટ્રીય ક્રિકેટમાં પોતાની ઓળખ બનાવી.

ગાંગુલી ભારતના સૌથી સફળ કેપ્‍ટનોમાં સ્‍થાન ધરાવે છે. કેમકે તેમણે૨૦૦૨માં નેટવેસ્‍ટ ટ્રોફી જીતાડવામાં મહત્‍વપૂર્ણ ભૂમિકા બજાવી. ૨૦૦૩ના ક્રિકેટ વર્લ્‍ડ કપમાં ભારતને ફાઇનલ સુધી પહોંચાડ્‍યું , વિદેશી ધરતી પર ભારતને જીતવાનું શીખવાડ્‍યું. આક્રમક અને નિર્ભય નેતળત્‍વ માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ થયા.

સૌરવ ગાંગુલી ખાસ કરીને ઓફ સાઇડમાં રમાતા શાનદાર શોટ્‍સ માટે જાણીતા હતા, તેથી તેમને "God of the Off Side" પણ કહેવામાં આવે છે.

દાદા ની આંતરરાષ્‍ટ્રીય કારકિર્દી જોઈએ તો ટેસ્‍ટ ક્રિકેટમાં - મેચ : ૧૧૩, રન :  ૭,૨૧૨, સરેરાશ : ૪૨.૧૭, સદી : ૧૬, અડધી સદી : ૩૫.

વન-ડે ક્રિકેટમાં જોઈએ તો - મેચ :  ૩૧૧, રન : ૧૧,૩૬૩, સરેરાશ : ૪૧.૦૨, સદી : ૨૨, અડધી સદી : ૭૨.

સૌરવ ગાંગુલીએ વર્ષ ૨૦૦૮માં આંતરરાષ્‍ટ્રીય ક્રિકેટમાંથી નિવળત્તિ લીધી, તેમ છતાં તેઓ ઇન્‍ડિયન પ્રીમિયર લીગમાં થોડા વર્ષો સુધી રમ્‍યા , નિવળત્તિ બાદ તેઓ ક્રિકેટ વહીવટમાં સક્રિય બન્‍યા. ૨૦૧૯ થી ૨૦૨૨ સુધી ર્ંભારતીય ક્રિકેટ નિયામક મંડળ (BCCIર્)ં ના અધ્‍યક્ષ રહ્યા. તેમના આ કાર્યકાળ દરમિયાન ભારતમાં ક્રિકેટના માળખાકીય વિકાસ અને મહિલા ક્રિકેટને પ્રોત્‍સાહન આપવા માટે મહત્‍વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્‍યા.

સૌરવ ગાંગુલીને વર્ષ ૨૦૦૪માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી સન્‍માનિત કરવામાં આવ્‍યા.૧૯૯૮ માં તેમને અર્જુન એવોર્ડ પ્રાપ્ત થયો હતો, વિઝડનના શ્રેષ્‍ઠ ક્રિકેટરોમાં ગાંગુલી સ્‍થાન ધરાવે છે.

લોર્ડ્‍સના બાલ્‍કનીમાં ટી-શર્ટ લહેરાવવા ગાંગુલીની અદા આજે પણ ક્રિકેટ ઇતિહાસની સૌથી યાદગાર ક્ષણોમાં ગણાય છે. તેઓ ડાબા હાથના બેટ્‍સમેન અને જમણા હાથથી બોલિંગ કરતા હતા. ક્રિકેટના ઇતિહાસમાં સૌથી સફળ ડાબોડી બેટ્‍સમેનોમાં તેમનું નામ લેવામાં આવે છે.

તેમના વિશે એક વાકયમાં એવું કહી શકાય કે, સૌરવ ગાંગુલી માત્ર મહાન ક્રિકેટર જ નહીં પરંતુ ભારતીય ક્રિકેટના પુનર્જાગરણના શિલ્‍પી તરીકે પણ ઓળખાય છે. તેમણે ભારતીય ટીમમાં આત્‍મવિશ્વાસ, આક્રમકતા અને જીતવાની માનસિકતા વિકસાવી તેમના નેતળત્‍વ હેઠળ ભારતે વિશ્વ ક્રિકેટમાં નવી ઓળખ  બનાવી અને અનેક યુવા ખેલાડીઓને આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે સફળ કારકિર્દી બનાવવાનો માર્ગ મળ્‍યો. આજે પણ સૌરવ ગાંગુલી ભારતીય ક્રિકેટના સૌથી પ્રભાવશાળી અને લોકપ્રિય વ્‍યક્‍તિત્‍વોમાંના એક માનવામાં આવે છે. 

HAPPY BIRTHDAY DADA

(2:34 PM IST)