તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd July 2026
ભારતે પહેલી T20માં ઇંગ્લેન્ડને આપ્યો 190 રનનો ટાર્ગેટ: અભિષેક શર્મા -શ્રેયસની ધમાકેદાર ફિફ્ટી
માત્ર 6 રનમાં પોતાની પહેલી 2 વિકેટ ગુમાવ્યા બાદ ભારતીય ટીમે જોરદાર વાપસી કરી અને મોટો સ્કોર બનાવ્યો

પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 189 રન બનાવ્યા. ચેસ્ટર-લે-સ્ટ્રીટ ખાતે રમાઈ રહેલી આ મેચમાં ટીમ ઈન્ડિયા તરફથી અભિષેક શર્મા અને કેપ્ટન શ્રેયસ ઐયરે અડધી સદી ફટકારી હતી. માત્ર 6 રનમાં પોતાની પહેલી 2 વિકેટ ગુમાવ્યા બાદ ભારતીય ટીમે જોરદાર વાપસી કરી અને મોટો સ્કોર બનાવ્યો. શ્રેયસ ઐયરે 68 રન બનાવ્યા.
ભારત તરફથી અભિષેક શર્મા અને સંજુ સેમસને ઈનિંગની શરૂઆત કરી. સંજુ સેમસન ફક્ત 1 રન બનાવીને આઉટ થયો, જ્યારે બીજી તરફ ઈશાન કિશન કમનસીબ રહ્યો. તે ખાતું ખોલાવ્યા વિના રન આઉટ થયો.
આમ ભારતે ફક્ત 6 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી. ત્યારબાદ અભિષેક શર્માએ ભારે ધૂમ મચાવી, 20 બોલમાં પોતાની અડધી સદી ફટકારી. તેને ઈંગ્લેન્ડની ધરતી પર ભારત માટે સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ પણ બનાવ્યો.
શ્રેયસ ઐયરે કેપ્ટન તરીકે પોતાની પહેલી અડધી સદી અને એકંદરે નવમી અડધી સદી ફટકારી. શ્રેયસ ઐયરે 38 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી, જે તેની T20 કરિયરની સૌથી ધીમી અડધી સદી હતી. શ્રેયસ ઐયરે 47 બોલમાં 68 રન બનાવ્યા, જેમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકાર્યા. આ દરમિયાન તિલક વર્મા 13 બોલમાં માત્ર 13 રન બનાવી શક્યો.
અક્ષર પટેલની સામે બેટિંગ કરવા માટે મોકલવામાં આવતા હર્ષિત રાણા ભારતીય ઈનિંગની ચર્ચામાં આવ્યો. તે પોતાનું ખાતું ખોલવામાં નિષ્ફળ ગયો અને સ્ટમ્પ આઉટ થયો.
શિવમ દુબેએ ડેથ ઓવર્સમાં ફિનિશર તરીકે પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી, તેને 21 બોલમાં 42 રન બનાવીને અણનમ રહ્યો હતો. આ વિસ્ફોટક ઈનિંગમાં શિવમ દુબેએ 2 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. આ દરમિયાન જોસ બટલરે T20Iમાં વિકેટકીપર તરીકે તેનો 100મો આઉટિંગ બનાવ્યો. હર્ષિત રાણા તેનો 100મો શિકાર બન્યો.
(1:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
