તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 23rd October 2026
કિવીઓ સામે ફરી ધમાકો કરવા ભારત સજ્જ, પણ ઈશાન કિશનની ઈજાએ વધારી ચિંતા : કાલે બીજો મેચ
ઈશાન કિશન ઈજાને કારણે બીજી ટી-૨૦માંથી બહાર; ૧૫ વર્ષના વૈભવ સૂર્યવંશીને પ્લેઈંગ ઈલેવનમાં તક મળવાની શકયતા

નવી દિલ્હી, તા. ર૩ : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની ટી-૨૦ શ્રેણીની બીજી મેચ આવતીકાલે, શનિવારે ૨૪ ઓક્ટોબરે રમાશે. ક્રાઈસ્ટચર્ચના હેગલી ઓવલ મેદાન પર રમાનારી આ મુકાબલામાં ભારતીય ટીમ પ્રથમ મેચમાં મેળવેલી જીતનો સિલસિલો જાળવી શ્રેણીમાં ૨-૦ની સરસાઈ મેળવવાના મક્કમ ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. જોકે, મહત્વના મુકાબલા પહેલાં વિકેટકીપર-બેટર ઈશાન કિશન ઈજાને કારણે બહાર થઈ જતાં ભારતીય ટીમને ફટકો પડ્યો છે.
પ્રથમ ટી-૨૦માં ભારતીય ટીમે ૨૨૬ રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરીને ચાર વિકેટે રોમાંચક વિજય મેળવ્યો હતો. આ જીત સાથે ભારતીય ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધ્યો છે. હવે બીજી મેચમાં પણ બેટ્સમેનોના બેટમાંથી રનની આગ વરસે અને બોલરો કિવી બેટ્સમેનોને કાબૂમાં રાખે તો ભારત શ્રેણીમાં મજબૂત સ્થિતિ મેળવી શકે છે.
ભારતીય ટીમ માટે ચિંતાજનક સમાચાર એ છે કે ઈશાન કિશન જમણી જાંઘના તાાયુમાં ખેંચાણને કારણે બીજી ટી-૨૦માં રમી શકશે નહીં. પ્રથમ મેચ દરમિયાન તેને આ ઈજા થઈ હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઈશાનને બીજી મેચમાંથી બહાર રાખવાની પુષ્ટિ કરી છે અને તબીબી ટીમ તેની રિકવરી પર નજર રાખી રહી છે.
ઈશાનની ગેરહાજરીમાં યુવા બેટર વૈભવ સૂર્યવંશીને અંતિમ અગિયારમાં સ્થાન મળવાની શકયતા વધી છે. જોકે, ટીમ મેનેજમેન્ટે તેની પસંદગી અંગે સત્તાવાર જાહેરાત કરી નથી. વૈભવને તક મળે તો પોતાની આક્રમક બેટિંગથી તે મોટો પ્રભાવ પાડી શકે છે.
બીજી તરફ, સંજુ સેમસન અને અભિષેક શર્મા જેવા બેટ્સમેનો પાસેથી પણ ટીમને ફરી ધમાકેદાર શરૂઆતની આશા રહેશે
(3:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
