<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th October 2026

NOCના ‘નાટક'માં ભારત-પાક. ટક્કર રદ : પાકિસ્‍તાન ચેમ્‍પિયન્‍સ WCLમાંથી આઉટ

PCBએ ખેલાડીઓને NOC ન આપતાં પાકિસ્‍તાન ટીમે ટુર્નામેન્‍ટમાંથી નામ પાછું ખેંચ્‍યું, ૧૦ ઓક્‍ટોબરે દુબઈમાં રમાનારી ભારત ચેમ્‍પિયન્‍સ-પાકિસ્‍તાન ચેમ્‍પિયન્‍સની હાઈવોલ્‍ટેજ ટક્કર હવે નહીં રમાય

નવી દિલ્‍હી : વર્લ્‍ડ ચેમ્‍પિયનશિપ ઓફ લેજેન્‍ડ્‍સ (WCL)ના ત્રીજા સીઝનમાં ભારત-પાકિસ્‍તાન વચ્‍ચેની ક્રિકેટ ટક્કરનું કાઉન્‍ટડાઉન શરૂ થાય તે પહેલાં જ મેચ રદ થઈ ગઈ છે. પાકિસ્‍તાન ચેમ્‍પિયન્‍સે ટુર્નામેન્‍ટમાંથી જ પોતાનું નામ પાછું ખેંચી લેતાં ૧૦ ઓક્‍ટોબરે નિર્ધારિત ભારત-પાકિસ્‍તાન મુકાબલો હવે નહીં રમાય. PCB દ્વારા પાકિસ્‍તાનના ખેલાડીઓને જરૂરી નો-ઓબ્‍જેક્‍શન સર્ટિફિકેટ (NOC) ન આપવામાં આવતાં આ સમગ્ર વિવાદ સર્જાયો હતો.

પાકિસ્‍તાન ચેમ્‍પિયન્‍સના માલિક કામિલ ખાને PCB સાથે નિર્ણય પર પુનર્વિચાર કરવા માટે વાતચીત પણ કરી હતી, પરંતુ બંને પક્ષો વચ્‍ચે સહમતી બની શકી નહોતી. અંતે ટીમે WCLમાંથી ખસી જવાની સત્તાવાર જાહેરાત કરી હતી. ટીમે PCBના નિર્ણયનો આદર હોવાનું જણાવ્‍યું, પરંતુ ખેલાડીઓને ટુર્નામેન્‍ટમાં રમવાની તક નહીં મળતાં નિરાશા વ્‍યક્‍ત કરી હતી.

અહેવાલો અનુસાર, PCB કેટલીક શરતો સાથે NOC આપવા તૈયાર હતું. જેમાં ગયા વર્ષે પાકિસ્‍તાન સામે મેચ નહીં રમવા બદલ ભારતીય ખેલાડીઓ તરફથી લેખિત માફી તથા આ વખતે બંને ટીમના ખેલાડીઓ વચ્‍ચે હાથ મિલાવવાની બાબતે ખાતરી જેવી શરતો સામેલ હોવાનું સામે આવ્‍યું હતું. જોકે WCL આયોજકોએ આ માંગણીઓ સ્‍વીકારી નહોતી. પરિણામે NOCનો મુદ્દો ઉકેલાયો નહીં અને પાકિસ્‍તાન ચેમ્‍પિયન્‍સે ટુર્નામેન્‍ટમાંથી બહાર થવાનો નિર્ણય લીધો.

પાકિસ્‍તાન ચેમ્‍પિયન્‍સની ગેરહાજરી બાદ ષ્‍ઘ્‍ન્‍ની ત્રીજી સિઝર હવે છ ટીમો સાથે આગળ વધશે. પાકિસ્‍તાનની ટીમ અગાઉની બંને સિઝનમાં રનર્સ-અપ રહી હતી, પરંતુ આ વખતે ટુર્નામેન્‍ટ શરૂ થયા બાદ જ તેની સફર અટકી ગઈ છે.

(10:50 AM IST)