<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

જો ટીમ હારે તો મારી વ્‍યક્‍તિગત ઉપલબ્‍ધિનો કોઈ અર્થ નથી, કેપ્‍ટન શ્રેયસ ઐયરનું દર્દ છલકાયું

ટીમની હાર સામે સદી બેકાર

નવી દિલ્‍હી : ક્રિકેટના મેદાન પર ઘણીવાર એવા દ્રશ્‍યો જોવા મળે છે જ્‍યાં કોઈ ખેલાડીનું વ્‍યક્‍તિગત પ્રદર્શન શાનદાર હોય, પરંતુ ટીમની હાર તેના પર પાણી ફેરવી દે છે. આવું જ કંઈક કેપ્‍ટન શ્રેયસ અય્‍યર સાથે થયું છે, જેમણે એક મહત્‍વપૂર્ણ મેચમાં શાનદાર સદી ફટકારી હોવા છતાં ટીમનો પરાજય થતાં ભારે નિરાશા વ્‍યક્‍ત કરી છે. મેચ બાદ પોતાનું દર્દ ઠાલવતા અય્‍યરે સ્‍પષ્ટ શબ્‍દોમાં જણાવ્‍યું હતું કે, જ્‍યારે ટીમ મેચ હારી જાય છે ત્‍યારે ખેલાડીના વ્‍યક્‍તિગત સ્‍કોર કે રેકોર્ડનું કોઈ મહત્‍વ રહેતું નથી. એક કેપ્‍ટન તરીકે મારા માટે હંમેશા ટીમની જીત જ સૌથી ઉપર હોય છે અને જો મારી સદી ટીમને જીત ન અપાવી શકે તો એ રન માત્ર આંકડા બનીને રહી જાય છે.

વધુમાં તેમણે ઉમેર્યું કે, મેદાન પર સખત મહેનત કર્યા પછી પણ જ્‍યારે ટીમ લાઇન ક્રોસ નથી કરી શકતી ત્‍યારે ડ્રેસિંગ રૂમનું વાતાવરણ ખૂબ જ નિરાશાજનક બની જાય છે. હું હંમેશા એવા રન બનાવવામાં માનું છું જે ટીમની જીતમાં યોગદાન આપી શકે. જોકે, આ હારમાંથી સબક લઈને કેપ્‍ટન અય્‍યર અને તેમની ટીમ આગામી મેચોમાં પોતાની ભૂલો સુધારીને વધુ મજબૂતાઈથી મેદાનમાં ઉતરવા અને શાનદાર પુનરાગમન કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

(11:29 AM IST)