તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th October 2026
ICC રેન્કિંગ: કેએલ રાહુલ અને શ્રેયસ ઐયરની વિસ્ફોટક સદીઓનો કમાલ : વનડે અને T20ના ટોપ-10માં મેળવ્યું સ્થાન
૪૨ બોલમાં સદી ફટકારી શ્રેયસ ઐયર ૧૮ સ્થાનના કૂદકા સાથે T-20માં ૭મા ક્રમે પહોંચ્યો : ઈશાન કિશન પ્રથમ સ્થાને યથાવત

નવી દિલ્હી: વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI અને T20 શ્રેણીમાં વિસ્ફોટક બેટિંગના આધારે, KL રાહુલ અને શ્રેયસ ઐયરે ODI અને T20 ના ટોપ-10 બેટ્સમેનોમાં પ્રવેશ કર્યો છે. મંગળવારે વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 શ્રેણીની પ્રથમ મેચમાં શ્રેયસ ઐયરે પોતાની T20 કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. લખનૌના એકાના સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં, ઐયરે 42 બોલમાં સદી ફટકારી હતી અને 43 બોલમાં 102 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ સદીના કારણે, શ્રેયસે 18 સ્થાનનો કૂદકો લગાવ્યો છે અને T20 ના ટોપ-10 બેટ્સમેનોમાં 7મું સ્થાન મેળવ્યું છે. ભારતનો ઇશાન કિશન પહેલા સ્થાને છે, ભારતનો અભિષેક શર્મા બીજા સ્થાને છે, પાકિસ્તાનનો સાહિબઝાદા ફરહાન ત્રીજા સ્થાને છે, ઇંગ્લેન્ડનો હેરી બ્રુક ચોથા સ્થાને છે, ઇંગ્લેન્ડનો જોસ બટલર પાંચમા સ્થાને છે, દક્ષિણ આફ્રિકાનો ડેવાલ્ડ બ્રુઇસ છઠ્ઠા સ્થાને છે, ભારતનો શ્રેયસ ઐયર સાતમા સ્થાને છે, ઇંગ્લેન્ડનો ફિલ સોલ્ટ આઠમા સ્થાને છે, શ્રીલંકાનો પથુમ નિસાન્કા નવમા સ્થાને છે અને ભારતનો તિલક વર્મા દસમા સ્થાને છે.સોલ્ટ, નિસાન્કા અને વર્મા એક-એક સ્થાન નીચે ગયા છે.કેએલ રાહુલે વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રીજી અને અંતિમ વનડેમાં અણનમ ૧૨૯ રન બનાવ્યા હતા. રાહુલે આ ઇનિંગમાં ૮૭ બોલમાં છ છગ્ગા અને ૧૦ ચોગ્ગા ફટકાર્યા હતા. કેએલને આ ઇનિંગનો ફાયદો થયો છે. રાહુલ સાત સ્થાન આગળ વધીને ૧૦મા ક્રમે પહોંચ્યો છે.ભારતીય કેપ્ટન શુભમન ગિલ પ્રથમ સ્થાને છે. ન્યુઝીલેન્ડનો ડેરિલ મિશેલ બીજા સ્થાને છે, જેને એક સ્થાનનો ફાયદો થયો છે. વિરાટ કોહલી ત્રીજા સ્થાને છે. કોહલી એક સ્થાન નીચે ગયો છે. રોહિત શર્મા ચોથા સ્થાને છે, જ્યારે અફઘાનિસ્તાનનો ઇબ્રાહિમ ઝદરાન પાંચમા સ્થાને છે. વેસ્ટ ઇન્ડીઝના કેપ્ટન શાઈ હોપ બે સ્થાનના ફાયદા સાથે છઠ્ઠા સ્થાને પહોંચી ગયા છે. શાઈ હોપે ભારત સામેની ત્રીજી વનડેમાં અણનમ ૧૬૨ રનની મદદથી વેસ્ટ ઇન્ડીઝને વિજય અપાવ્યો હતો.
(5:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
