<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

કોલકાતામાં રમાશે ભારત અને બ્રાઝિલ વચ્‍ચે ઐતિહાસિક ફ્રેન્‍ડલી ફુટબોલ મેચઃ નેમાર અને વિનિસિયસ જૂનિયર આકર્ષણ જમાવશે

ઓક્‍ટોબરમાં રમાનારી મેચની સત્તાવાર જાહેરાતઃ પાંચ વખતની વિશ્વ વિજેતા બ્રાઝિલની ટીમ વિવેકાનંદ યુવ ભારતી ક્રીડાંગણ ખાતે ભારત સામે ટકરાશે

નવી દિલ્‍હીઃ ભારતીય ફુટબોલ પ્રેમીઓ માટે એક ઐતિહાસિક સમાચાર સામે આવ્‍યા છે. ઓલ ઈન્‍ડિયા ફુટબોલ ફેડરેશન   દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે ૫ વખતની વર્લ્‍ડ ચેમ્‍પિયન બ્રાઝિલની સિનિયર પુરુષ ફુટબોલ ટીમ ભારત પ્રવાસે આવી રહી છે. આ પ્રવાસ દરમિયાન ભારત અને બ્રાઝિલ વચ્‍ચે આગામી તા. ૩ ઓક્‍ટોબરના રોજ કોલકાતા ખાતે આંતરરાષ્‍ટ્રીય ફ્રેન્‍ડલી મેચ યોજાશે.

કોલકાતાના પ્રખ્‍યાત વિવેકાનંદ યુવ ભારતી ક્રીડાંગણ (સોલ્‍ટ લેક સ્‍ટેડિયમ) ખાતે આ મહામુકાબલો રમાશે. વિશ્વ ફુટબોલના સુપરસ્‍ટાર ખેલાડીઓ નેમાર   અને વિનિસિયસ જૂનિયર સહિતના ખેલાડીઓ ભારતીય મેદાન પર પોતાના કૌશલ્‍યનો જાદુ વિખેરતા જોવા મળશે.

બ્રાઝિલિયન ફુટબોલ કન્‍ફેડરેશન  અને ભારતીય રમતગમત આયોજકો વચ્‍ચે કરારની અંતિમપ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે. આંતરરાષ્‍ટ્રીય ફીફા વિંડો  દરમિયાન આ મેચનું આયોજન થશે, જેમાં એશિયાના અન્‍ય દેશોને પાછળ છોડીને ભારતે આ મેચ યોજવાની યજમાની પ્રાપ્ત કરી છે.

(3:11 PM IST)