<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th July 2026

પેરાગ્‍વેની ગંદી રમત સામે ફ્રાન્‍સનો શાનદાર પલટવારઃ સતત ચોથી વખત કવાર્ટર ફાઇનલમાં એન્‍ટ્રી

લાતો, કોણી અને ધકકામુકકી વચ્‍ચે પણ એમ્‍બાપ્‍યેનો જાદુ ચાલ્‍યો, ૧-૦ થી મેચ જીતી લીધી

નવી દિલ્‍હીઃ પેરાગ્‍વે સામે રાઉન્‍ડ ઑફ ૧૬ મૅચમાં ૧-૦થી જીત નોંધાવી ગયા વર્લ્‍ડ કપની રનુર-અપ ટીમ ફ્રાન્‍સ ક્‍વૉર્ટર ફાઇનલમાં પહોંચ્‍યું છે. તેઓ સતત ચોથી વખત ક્‍વૉર્ટર ફાઇનલમાં રમશે. બીજા હાફમાં કેપ્‍ટન કિલિયન એમ્‍બાપ્‍યેએ ગોલ કરીને જીત સુનિヘતિ કરી હતી.

કિલિયન એમ્‍બાપ્‍પે વર્લ્‍ડ કપ ગોલની સંખ્‍યા ૧૯ પર પહોંચાડી છે. આ વર્લ્‍ડ કપમાં આર્જેન્‍ટિનાના લીઅનલ મેસીની જેમ તેણે પણ સૌથી વધુ ૭ ગોલ કર્યા છે. ત્રણ અલગ-અલગ વર્લ્‍ડ કપના નોકઆઉટ તબક્કામાં ૩ કે એથી વધુ ગોલ કરનાર તે પ્રથમ ખેલાડી બન્‍યો છે. નોકઆઉટ મેચોમાં તેણે ૨૦૧૮માં ૩, ૨૦૨૨માં પાંચ અને ૨૦૨૬માં અત્‍યારસુધીમાં ૩ ગોલ કર્યા હતા.

ફ્રાન્‍સ સામેની મેચમાં પેરાગ્‍વેના પ્‍લેયર્સ અશિસ્‍ત રમત રમતા જોવા મળ્‍યા હતા. તેઓ ખેલાડીઓને લાત, હાથ, ધક્કો મારતા જોવા મળ્‍યા હતા. પૅરાગ્‍વેના ખેલાડીઓએ ૧૩ જેટલા ફાઉલ કર્યા પણ તેમના ખેલાડીઓને એક પણ યલો કે રેડ કાર્ડ મળ્‍યું નહોતું.

(3:50 PM IST)