<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

આસામમાં પ્રલયંકારી પૂરનો પ્રકોપ જોઈને પૂર્વ સુકાની સૂર્યકુમાર યાદવનું દિલ દ્રવી ઉઠ્યું સંકટ સમયે અદભુત કામગીરી કરી રહેલી રેસ્ક્યૂ ટીમનો દિલથી આભાર માન્યો

તેમણે આશા વ્યક્ત કરી કે આ અકલ્પનીય મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી રહેલા દરેક પરિવારને ઈશ્વર અપાર શક્તિ આપે અને સૌ સુરક્ષિત રહે.

ઉત્તરપૂર્વ રાજ્ય આસામમાં ભારે વરસાદ અને પૂરના કારણે લાખો લોકો ભયંકર હાલાકીનો સામનો કરી રહ્યા છે. સેંકડો ગામડાઓ પાણીમાં ગરકાવ થયા છે ત્યારે ભારતીય ટી-ટ્વેન્ટી ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૂર્યકુમાર યાદવે સોશિયલ મીડિયા પર પોતાની ગહન સંવેદના વ્યક્ત કરી છે. આસામની કપરી સ્થિતિ જોઈને સૂર્યકુમાર યાદવે જણાવ્યું કે પૂરથી પ્રભાવિત દરેક લોકો સાથે તેમની પ્રાર્થના છે. તેમણે આશા વ્યક્ત કરી કે આ અકલ્પનીય મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી રહેલા દરેક પરિવારને ઈશ્વર અપાર શક્તિ આપે અને સૌ સુરક્ષિત રહે. આ સાથે જ તેમણે જીવના જોખમે પૂરપીડિતોની મદદ કરી રહેલા એનડીઆરએફ, એસડીઆરએફ, સ્થાનિક પ્રશાસન અને સેનાના જવાનોની કામગીરીને બિરદાવીને રેસ્ક્યૂ ટીમ તથા સ્વયંસેવકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે અને સૌને સુરક્ષિત રહેવા માટે અપીલ કરી છે.

(10:38 PM IST)