હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે અંતિમ પાંચમો ટી-20 મુકાબલો
હેમિલ્ટનમાં શ્રેણીની અંતિમ મેચ, ભારતની નજર વિજય સાથે પ્રવાસ પૂરો કરવા પર

હેમિલ્ટનઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની ટી-20 શ્રેણીની પાંચમી અને અંતિમ મેચ આજે 1 નવેમ્બરે હેમિલ્ટનના સેડન પાર્ક મેદાન પર રમાશે. ભારતીય સમય અનુસાર બપોરે 12:30 વાગ્યે મેચ શરૂ થશે.
ભારતે શ્રેણીની શરૂઆતની ત્રણેય મેચ જીતીને શ્રેણી પોતાના નામે કરી લીધી છે. જોકે, ઓકલેન્ડમાં રમાયેલી ચોથી મેચમાં ન્યૂઝીલેન્ડે જોરદાર વાપસી કરતાં ભારતને 87 રનથી હરાવ્યું હતું. આથી અંતિમ મેચમાં બંને ટીમો જીત મેળવવા મેદાનમાં ઉતરશે.
ચોથી ટી-20માં ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 259 રન બનાવ્યા હતા. ગ્લેન ફિલિપ્સે 49 બોલમાં 107 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. જવાબમાં ભારતીય ટીમ 172 રન જ બનાવી શકી હતી. ન્યૂઝીલેન્ડના જેકબ ડફીએ ચાર વિકેટ ઝડપી હતી.
શ્રેણી 3-1થી જીતી ચૂકેલી ભારતીય ટીમ અંતિમ મેચમાં પણ વિજય મેળવીને પ્રવાસનો સુખદ અંત લાવવા ઇચ્છશે. બીજી તરફ ન્યૂઝીલેન્ડની ટીમ ઘરઆંગણે અંતિમ મેચ જીતીને શ્રેણીનો અંત સારા પ્રદર્શન સાથે કરવા પ્રયાસ કરશે.હેમિલ્ટનના સેડન પાર્કમાં રમાનારી આ મેચમાં ભારતીય બેટ્સમેનો અને બોલરોના પ્રદર્શન પર સૌની નજર રહેશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
