તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 19th June 2026
ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬: પિતાની નાદુરસ્ત તબિયતના આઘાત વચ્ચે પણ મેસ્સીએ દેશ માટે આપ્યું સર્વસ્વ : હેટ્રિક ફટકાવી રચ્યો ઇતિહાસ
અલ્જેરિયા સામેની મેચમાં પહેલો ગોલ કરીને લિયોનેલ મેસ્સી ભાવુક થયો; સોશિયલ મીડિયા પર ઊડતી અફવાઓ વચ્ચે પરિવારે સત્તાવાર નિવેદન કર્યું જાહેર

નવી દિલ્હી:આર્જેન્ટિનાના મહાન ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ અંગત જીવનમાં ચાલી રહેલી મોટી મુશ્કેલીઓ છતાં ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬માં પોતાની ટીમ માટે સર્વસ્વ ન્યોછાવર કરી દીધું છે. આર્જેન્ટિનાએ વર્લ્ડ કપમાં શાનદાર જીત સાથે શરૂઆત કરી છે, જેમાં મેસ્સીએ અલ્જેરિયા સામે ત્રણ શાનદાર ગોલ (હેટ્રિક) કરીને જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. જોકે, મેદાન પર પોતાના પ્રદર્શનથી વિશ્વને મંત્રમુગ્ધ કરનાર મેસ્સી અત્યારે ભારે માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યો છે, કારણ કે તેના પિતા જોર્જ મેસ્સી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છે. અલ્જેરિયા સામેની મેચમાં પહેલો ગોલ કર્યા બાદ મેસ્સી મેદાન પર જ ભાવુક થતો જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર મેસ્સીના પિતાના સ્વાસ્થ્ય અંગે ચાલી રહેલી વિવિધ અટકળો અને ખોટી અફવાઓ પર વિરામ મૂકતા મેસ્સીના પરિવારે એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું છે. પરિવારે આ મુશ્કેલ સમયમાં તેમની ગોપનીયતા (Privacy) જાળવવાની અપીલ કરી છે અને ખોટા સમાચારો ફેલાવવા બદલ નારાજગી વ્યક્ત કરી છે. નિવેદનમાં પરિવારે જણાવ્યું કે, "જોર્જ મેસ્સી હાલ ડોક્ટરોની કડક દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા છે અને તેમના સ્વાસ્થ્યમાં સતત સુધારો થઈ રહ્યો છે. તમામ ચાહકોને વિનંતી છે કે કોઈ પણ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ ન કરવો અને માત્ર મેસ્સી દ્વારા સત્તાવાર રીતે અપાતી માહિતીને જ સાચી માનવી." પરિવારે આ મામલે સંયમ અને માનવતા જાળવવા પણ લોકોને અપીલ કરી છે.
(6:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
