News of Saturday, 13th June 2026
FIFA વર્લ્ડ કપ 2026:દિગ્ગ્જ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કહ્યું કોંગો સામે પ્રથમ મેચ માટે સજ્જ :ટીમ પોર્ટુગલને જીતાડશે
આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં સૌથી વધુ 227 મેચ અને 143 ગોલનો રેકોર્ડ ધરાવતો રોનાલ્ડો પોતાની કારકિર્દીની આ આખરી અને એકમાત્ર મોટી ટ્રોફી જીતવા મેદાને ઉતરશે.

અમેરિકા, મેક્સિકો અને કેનેડાની યજમાનીમાં શરૂ થયેલા ફિફા (FIFA) વર્લ્ડ કપ 2026માં પોર્ટુગલના આગમન પહેલા કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પોતાની ફિટનેસ અને ટીમની જીત અંગે મોટો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે. 41 વર્ષીય દિગ્ગજ ફૂટબોલરે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, તેઓ શારીરિક રીતે સંપૂર્ણ ફિટ છે અને 17 જૂને કોંગો સામે રમાનારી પ્રથમ મેચ માટે સજ્જ છે. આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં સૌથી વધુ 227 મેચ અને 143 ગોલનો રેકોર્ડ ધરાવતો રોનાલ્ડો પોતાની કારકિર્દીની આ આખરી અને એકમાત્ર મોટી ટ્રોફી જીતવા મેદાને ઉતરશે. બ્રુનો ફર્નાન્ડિઝ અને પીએસજીના સ્ટાર ખેલાડીઓથી સજ્જ પોર્ટુગલની ટીમ ગ્રુપ 'K' માં 17 જૂને કોંગો, 23 જૂને ઉઝબેકિસ્તાન અને 28 જૂને કોલંબિયા સામે ટકરાશે.
(12:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
