<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th October 2026

રણજી ટ્રોફીમાં ધમાકો: સૌરાષ્ટ્ર માટે રમતા રવિન્દ્ર જાડેજાએ ફટકારી સદી: ઉત્તર પ્રદેશ માટે રિંકુ સિંહ પણ ચમક્યો

દિપક હુડ્ડાની અડધી સદી : કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલ જેવા દિગ્ગજો બેટિંગમાં નિષ્ફળ રહેતા સસ્તીમાં આઉટ

નવી દિલ્હી: રવિન્દ્ર જાડેજાએ સૌરાષ્ટ્ર માટે 2026-27 રણજી ટ્રોફી સિઝનની શરૂઆત પ્રભાવશાળી રીતે કરી. જાડેજાએ શાનદાર બેટિંગ કરીને સદી ફટકારી. ઉત્તર પ્રદેશ માટે રિંકુ સિંહે પણ સદી ફટકારી. જાડેજાએ છત્તીસગઢ સામે 209 બોલનો સામનો કરીને 102 રનની શક્તિશાળી ઇનિંગ રમી. તેણે પોતાની ઇનિંગમાં સાત ચોગ્ગા ફટકાર્યા. જ્યારે જાડેજા બેટિંગ કરવા આવ્યો ત્યારે સૌરાષ્ટ્રનો સ્કોર ત્રણ વિકેટે 120 રન હતો. તેણે ચિરાગ જાની સાથે ચોથી વિકેટ માટે 31 રનની ભાગીદારી કરી. ચિરાગના આઉટ થયા પછી, જાડેજાને પ્રેરક માંકડના રૂપમાં સારો ભાગીદાર મળ્યો. બંનેએ પાંચમી વિકેટ માટે 205 રનની ભાગીદારી કરી. પ્રેરક માંકડે 150 બોલનો સામનો કરીને 129 રનની શાનદાર ઇનિંગ રમી. જાડેજા અને પ્રેરકની સદીઓને કારણે, સૌરાષ્ટ્રનો કુલ સ્કોર 392 રન સુધી પહોંચ્યો. ચિરાગ જાનીએ 83 રનનું યોગદાન આપ્યું.બિહાર સામે ઉત્તર પ્રદેશ તરફથી રમતા રિંકુ સિંહે પણ સદી ફટકારી. તેણે ૧૬૮ બોલમાં ૮ ચોગ્ગા અને ૩ છગ્ગા ફટકારીને ૧૧૨ રન બનાવ્યા. રિંકુએ માધવ કૌશિક સાથે મળીને ૩૧૨ બોલમાં ૨૦૭ રનની ભાગીદારી નોંધાવી. માધવે પણ ૧૫૦ રનની મજબૂત ઇનિંગ રમી. બરોડા તરફથી રમતા દિપક હુડ્ડાએ ગોવા સામે અડધી સદી ફટકારી. તેણે ૯૮ બોલમાં ૫૨ રન બનાવ્યા, જેમાં ૫ ચોગ્ગાનો સમાવેશ થાય છે.જોકે, રાજસ્થાન તરફથી રમતા માનવ સુથાર બેટિંગમાં સારું પ્રદર્શન કરી શક્યો નહીં, ૧૭ રન બનાવીને આઉટ થયો. હૈદરાબાદ તરફથી રમતા મોહમ્મદ સિરાજ ત્રિપુરા સામેની પહેલી ઇનિંગમાં વિકેટવિહીન રહ્યા. રવિવારે કર્ણાટક તરફથી કેએલ રાહુલ ફ્લોપ રહ્યો, તેણે માત્ર ચાર રન બનાવ્યા, જ્યારે મુંબઈ તરફથી રમતા યશસ્વી જયસ્વાલ પણ કોઈ રન બનાવ્યા વિના પેવેલિયન પરત ફર્યા. જોકે, મોહમ્મદ સિરાજે શાનદાર બોલિંગ કરી, દિલ્હી સામે ચાર વિકેટ લીધી.

(4:59 PM IST)