તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 2nd May 2026
સતત ત્રણ હારની હારમાળા તોડી દિલ્હી કેપિટલ્સની શાનદાર જીત: પોઈન્ટ ટેબલમાં મોટી છલાંગ લગાવી: જાણો પોઇન્ટ ટેબલ પર કઈ ટીમ ક્યાં સ્થાને
પંજાબ કિંગ્સ 8 મેચમાં 13 પોઈન્ટ અને 1.043 ના નેટ રન રેટ સાથે ટેબલમાં પ્રથમ ક્રમે :રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ 9 મેચમાંથી 6 જીત સાથે 12 પોઈન્ટ અને 1.420 ના નેટ રન રેટ સાથે બીજા સ્થાને

મુંબઈ :ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 19મી સીઝનની 43મી મેચમાં દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સ સામે 7 વિકેટે શાનદાર જીત નોંધાવી છે. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ એકતરફી મેચમાં દિલ્હીએ પોતાની સતત 3 હારની હારમાળાને તોડીને પ્લેઓફની રેસમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. આ ધમાકેદાર જીતની સાથે જ દિલ્હી કેપિટલ્સે પોઈન્ટ ટેબલમાં પણ મોટી છલાંગ લગાવી છે. બીજી તરફ, આ હાર છતાં રાજસ્થાન રોયલ્સની ટીમ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને યથાવત છે.
IPL 2026 સીઝનની 43 મેચો પૂર્ણ થયા બાદ પોઈન્ટ ટેબલની સ્થિતિ અત્યંત રોમાંચક બની ગઈ છે. પંજાબ કિંગ્સ 8 મેચમાં 13 પોઈન્ટ અને 1.043 ના નેટ રન રેટ સાથે ટેબલમાં પ્રથમ ક્રમે પોતાનું વર્ચસ્વ જાળવી રહી છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ 9 મેચમાંથી 6 જીત સાથે 12 પોઈન્ટ અને 1.420 ના નેટ રન રેટ સાથે બીજા સ્થાને છે. જ્યારે, સનરાઈઝર્સ હૈદરાબાદ પણ 9 મેચમાંથી 6 જીત અને 12 પોઈન્ટ ધરાવે છે, પરંતુ 0.832 ના નેટ રન રેટના કારણે તે ત્રીજા સ્થાને છે.
રાજસ્થાન રોયલ્સ 10 મેચમાં 12 પોઈન્ટ અને 0.510 ના નેટ રન રેટ સાથે ચોથા સ્થાને છે. ગુજરાત ટાઇટન્સ 9 મેચમાંથી 10 પોઈન્ટ અને -0.192 ના નેટ રન રેટ સાથે પાંચમા સ્થાને છે. જ્યારે તાજેતરની જીત બાદ દિલ્હી કેપિટલ્સ 9 મેચમાં 4 જીત સાથે છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે અને હાલ તેમનો નેટ રન રેટ -0.895 છે.
પોઈન્ટ ટેબલના તળિયાની વાત કરીએ તો, ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) 8 મેચમાં 6 પોઈન્ટ અને -0.121 ના નેટ રન રેટ સાથે 7મા સ્થાને સરકી ગયું છે. કોલકાતા નાઈટ રાઈડર્સ 8 મેચમાં 5 પોઈન્ટ અને -0.751 ના નેટ રન રેટ સાથે 8મા ક્રમે છે. મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ની સ્થિતિ અત્યંત નાજુક છે. બંને ટીમોએ 8 મેચમાંથી માત્ર 2 જ મેચ જીતી છે અને તેઓ અનુક્રમે 9મા અને 10મા સ્થાને છે. મુંબઈનો નેટ રન રેટ -0.784 છે, જ્યારે LSG નો નેટ રન રેટ -1.106 છે.
IPL 2026 પોઈન્ટ ટેબલ
- PBKS - 8 મેચ - 13 પોઈન્ટ
- RCB - 9 મેચ - 12 પોઈન્ટ
- SRH - 9 મેચ - 12 પોઈન્ટ
- RR - 10 મેચ - 12 પોઈન્ટ
- GT - 9 મેચ - 10 પોઈન્ટ
- DC - 9 મેચ - 8 પોઈન્ટ
- CSK - 8 મેચ - 6 પોઈન્ટ
- KKR - 8 મેચ - 5 પોઈન્ટ
- MI - 8 મેચ - 4 પોઈન્ટ
- LSG - 8 મેચ - 4 પોઈન્ટ

(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
