<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th September 2026

BRICSની સુરક્ષા વચ્‍ચે ક્રિકેટનો રોમાંચ યથાવત્‌, ૧૩મીએ ભારત-અફઘાનિસ્‍તાન ટક્કર પાક્કીઃ DDCAનો નિર્ણય

દિલ્‍હી ટ્રાફિક પોલીસ સાથે બેઠક બાદ મેચ મુલતવી રાખવાની અટકળો પર પૂર્ણવિરામ

 

 

નવી દિલ્‍હીઃ દેશની રાજધાની દિલ્‍હીમાં BRICS સંમેલનને લઈને કડક સુરક્ષા અને ટ્રાફિક વ્‍યવસ્‍થા વચ્‍ચે ભારત અને અફઘાનિસ્‍તાન વચ્‍ચેની પ્રથમ T20I મેચને લઈને ચાલી રહેલી અનિヘતિતાનો અંત આવ્‍યો છે. દિલ્‍હી એન્‍ડ ડિસ્‍ટ્રિક્‍ટ ક્રિકેટ એસોસિએશન (DDCA)એ સ્‍પષ્ટ કર્યું છે કે ૧૩ સપ્‍ટેમ્‍બરે અરુણ જેટલી સ્‍ટેડિયમમાં યોજાનારી મેચ નિર્ધારિત કાર્યક્રમ મુજબ જ રમાશે.

દિલ્‍હી ટ્રાફિક પોલીસે ગ્‍ય્‍ત્‍ઘ્‍લ્‍ સંમેલન દરમિયાન VVIP અને વિદેશી મહેમાનોની અવરજવર, ટ્રાફિક ડાયવર્ઝન તથા સુરક્ષા વ્‍યવસ્‍થાને ધ્‍યાનમાં રાખીને મેચનું આયોજન આગળ ધપાવવાની અથવા મુલતવી રાખવાની વિનંતી કરી હતી. મેચમાં આશરે ૨૫,૦૦૦થી ૩૫,૦૦૦ દર્શકો આવવાની સંભાવનાને કારણે ટ્રાફિક પર વધારાનો બોજ પડવાની પણ ચિતા વ્‍યક્‍ત કરવામાં આવી હતી.

જોકે, DDCA અને દિલ્‍હી ટ્રાફિક પોલીસ વચ્‍ચેની બેઠક બાદ મેચને જરૂરી સુરક્ષા અને વ્‍યવસ્‍થાકીય સહયોગ આપવાની ખાતરી મળી હતી. ત્‍યારબાદ DDCAએ જાહેરાત કરી કે મેચમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં અને ૧૩ સપ્‍ટેમ્‍બરે જ મુકાબલો રમાશે.

ભારત-અફઘાનિસ્‍તાન વચ્‍ચેની ત્રણ મેચની T20I શ્રેણીની પ્રથમ મેચ ૧૩ સપ્‍ટેમ્‍બરે રમાશે. ત્‍યારબાદ બીજી T20I ૧૫ સપ્‍ટેમ્‍બરે અને ત્રીજી T20I ૧૭ સપ્‍ટેમ્‍બરે અરુણ જેટલી સ્‍ટેડિયમમાં જ યોજાવાની છે.

આ નિર્ણય સાથે ક્રિકેટ ચાહકોમાં ફેલાયેલી મેચ રદ થવાની કે તારીખ બદલાવાની અટકળો પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. હવે BRICS સંમેલનની કડક સુરક્ષા વ્‍યવસ્‍થા વચ્‍ચે ભારત અને અફઘાનિસ્‍તાનની ટીમો મેદાન પર આમને-સામને થશે

(11:51 AM IST)