તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Wednesday, 29th July 2026
કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬ માં ભારતીય મુક્કાબાજોનો દબદબો: અરુંધતી ચૌધરીએ 'ભારત માતા કી જય' ના ગગનભેદી નારા વચ્ચે બોક્સિંગમાં વધુ એક મેડલ પાકો કર્યો!
મહિલા બોક્સિંગ ૭૦ કિગ્રા વર્ગની ક્વાર્ટર ફાઇનલમાં ન્યુઝીલેન્ડની મોર્ગન હેન્ડરસનને ધૂળ ચાટતી કરી સેમિફાઇનલમાં પ્રવેશ; ગ્લાસગોમાં ભારતીય પંચિંગ સ્ક્વોડનો આ ૬ઠ્ઠો મેડલ તય

ગ્લાસગો : સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે રમાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬ (CWG 2026) માં ભારતીય બોક્સિંગ ટુકડી પોતાની જીતની વિજયકૂચ ચાલુ રાખીને ઈતિહાસ રચી રહી છે. ભારતની સ્ટાર બોક્સર અરુંધતી ચૌધરીએ મહિલા બોક્સિંગના ૭૦ કિગ્રા ભારવર્ગમાં શાનદાર પ્રદર્શન કરીને ભારત માટે વધુ એક મેડલ નિશ્ચિત કરી લીધો છે. ક્વાર્ટર ફાઈનલના હાઈ-વોલ્ટેજ મુકાબલામાં અરુંધતીએ ન્યુઝીલેન્ડની મજબૂત દાવેદાર મોર્ગન હેન્ડરસનને સ્પિલટ ડિસિઝન (વિભાજિત નિર્ણય) થી માત આપીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
ગ્લાસગો એરેનામાં 'ભારત માતા કી જય' ના નાદ ગુંજી ઉઠ્યા:
આ રોમાંચક બાઉટ દરમિયાન ગ્લાસગોના સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં હાજર રહેલા ભારતીય ચાહકો તરફથી અરુંધતીને અદ્ભુત સમર્થન મળ્યું હતું. આખી મેચ દરમિયાન એરેનામાં 'ભારત માતા કી જય' અને 'વંદે માતરમ' ના ગગનભેદી નારા સંભળાતા રહ્યા હતા, જેનાથી ભારતીય રિંગમાં અરુંધતીનો ઉત્સાહ બેવડાઈ ગયો હતો. તેણે પોતાના આક્રમક પંચિંગ અને શાનદાર ડિફેન્સના દમ પર ન્યુઝીલેન્ડની બોક્સરને સતત દબાણમાં રાખીને મેચ પોતાના નામે કરી હતી.
ભારતીય બોક્સિંગ ટુકડીનો ૬ઠ્ઠો મેડલ પાકો:
સેમિફાઇનલમાં પહોંચવાની સાથે જ અરુંધતી ચૌધરીએ દેશ માટે ઓછામાં ઓછો બ્રોન્ઝ મેડલ પાકો કરી લીધો છે. આ સાથે જ વર્તમાન કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય બોક્સિંગ ટુકડીનો આ કુલ ૬ઠ્ઠો મેડલ નિશ્ચિત થયો છે, જે ભારતીય બોક્સિંગના વધતા પ્રભાવને દર્શાવે છે. હવે દેશવાસીઓની નજર અરુંધતીના સેમિફાઇનલ મુકાબલા પર ટકેલી છે, જ્યાં તે ગોલ્ડ મેડલની રેસમાં આગળ વધવા માટે રીંગમાં ઉતરશે.
(7:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
