<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th November 2026

ચેસના બોર્ડ પર વિચિત્ર ઘટનાઃ વૈશાલીની હરીફે એક જ ચાલ બાદ સ્‍વીકારી હાર

ભારતીય ગ્રાન્‍ડમાસ્‍ટર આર. વૈશાલી સામે મુકાબલો અધવચ્‍ચે જ છોડ્‍યોઃ ટોટલ ચેસ ટુર્નામેન્‍ટમાં સતત બીજા દિવસે અનોખી ઘટના, કાર્લસન બાદ હવે આસ્‍સૌબાયેવા ચર્ચામાં

નવી દિલ્‍હીઃ ચેસની રમતમાં ખેલાડીઓ વચ્‍ચે કલાકો સુધી ચાલતી રસાકસી અને શાનદાર ચાલ જોવા મળતી હોય છે, પરંતુ ટોટલ ચેસ ટુર્નામેન્‍ટમાં બનેલી એક વિચિત્ર ઘટનાએ ચેસ જગતને આヘર્યમાં મૂકી દીધું છે. ભારતીય મહિલા ગ્રાન્‍ડમાસ્‍ટર આર. વૈશાલી સામે રમવા ઉતરેલી કઝાકિસ્‍તાનની ખેલાડી બિબિસારા આસ્‍સૌબાયેવાએ મુકાબલામાં માત્ર એક ચાલ રમ્‍યા બાદ જ હાર સ્‍વીકારી લેતાં સૌ કોઈ ચોંકી ઊઠ્‍યું હતું.

મુકાબલાની શરૂઆત થયા બાદ આસ્‍સૌબાયેવાએ પોતાની પ્રથમ ચાલ રમી હતી, પરંતુ ત્‍યારબાદ રમત આગળ વધારવાને બદલે તેણે હાર સ્‍વીકારવાનો નિર્ણય કર્યો હતો. પરિણામે વૈશાલીને મુકાબલો રમ્‍યા વિના જ વિજય મળ્‍યો હતો. આ ઘટનાથી ટુર્નામેન્‍ટમાં હાજર ખેલાડીઓ અને ચેસપ્રેમીઓમાં ભારે આヘર્ય ફેલાયું હતું.

ઉલ્લેખનીય છે કે આ ટુર્નામેન્‍ટમાં એક દિવસ અગાઉ વિશ્વવિખ્‍યાત ચેસ ખેલાડી મેગ્નસ કાર્લસન પણ મુકાબલામાં હાજર ન રહેવાના કારણે ચર્ચામાં આવ્‍યા હતા. હવે સતત બીજા દિવસે બનેલી આવી અનોખી ઘટનાએ ટોટલ ચેસ ટુર્નામેન્‍ટને ચર્ચાના કેન્‍દ્રમાં લાવી દીધી છે. સામાન્‍ય રીતે ચેસમાં ખેલાડીઓ અંતિમ ક્ષણ સુધી જીત માટે સંઘર્ષ કરતા હોય છે, ત્‍યારે એક જ ચાલ બાદ હાર સ્‍વીકારવાની ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે.

(10:19 AM IST)