News of Saturday, 7th November 2026
ન્યુઝીલેન્ડના ૧૩૫ રનના લક્ષ્યાંક સામે ટીમ ઇન્ડીયાએ ૫૪ રનમાં ૪ વિકેટ ગુમાવી
ભારત વતી ગુર્નુર બ્રારે ૪ વિકેટ ઝડપી કીવી ટીમની કમર તોડી

નવી દિલ્હીઃ વેલિંગ્ટનમાં ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મેચ ૪૭-૪૭ ઓવરનો નક્કી કરાયો હતો.
વેલિંગ્ટનમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડ ૪૧ ઓવરમાં ૧૩૪ રનમાં ઓલઆઉટ થયું. ભારત માટે ગુર્નુર બ્રારે બીજી વનડેમાં ભારે તબાહી મચાવી. તેણે ટીમ માટે કુલ ૧૦ ઓવર ફેંકી, ૩૦ રન આપીને સૌથી વધુ ૪ વિકેટ લીધી. આકિબ નબી, અંશુલ કંબોજ અને અક્ષર પટેલે બે-બે વિકેટ લીધી હતી. ન્યૂઝીલેન્ડ માટે ડેરિલ મિશેલે બીજી વનડેમાં ફિફ્ટી ફટકારી, ૧૦૪ બોલમાં ૫૫ રન બનાવ્યા. કેપ્ટન મિશેલ સેન્ટનરે પણ ૩૮ બોલમાં ૩૧ રનનું યોગદાન આપ્યું. હેનરી નિકોલ્સ ૨૬ બોલમાં ૧૧ રન બનાવવામાં સફળ રહ્યા. બાકીના બધા બેટ્સમેન એક આંકડામાં આઉટ થયા.
બીજી વન ડે જીતવા ૧૩૫ રનના લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરેલી ટીમ ઈન્ડિયાએ પોતાના દાવની શરૂઆત રોહિત અને ગીલ સાથે કરી હતી. જો કે કેપ્ટન શુભમન ગીલ ખાતુ ખોલાવ્યા વિના પરત ફરેલ જયારે રોહિત ૨૩,કોહલી, ૭ તથા અક્ષર ૭ રન બનાવી આઉટ થયા હતા.
(2:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
