News of Thursday, 25th June 2026
ટેસ્ટમાં બુમરાહ-હેનરી સંયુક્ત રીતે નંબર-૧, વનડેમાં શુભમન ગિલ અને ઇશાન કિશનની ધમાકેદાર છલાંગ
ICC રેન્કિગમાં આપણા ખેલાડીઓનો દબદબો

નવી દિલ્હી : આઇસીસી દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના રેન્કિંગમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ટેસ્ટ અને વનડે બંને ફોર્મેટમાં ભારતીય ખેલાડીઓએ પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. જેમાં ન્યૂઝીલેન્ડના એક બોલરે ૩૬ વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ તોડીને ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છે. ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં ભારે રસાકસી વચ્ચે ભારતના સ્ટાર સ્પીડસ્ટર જસપ્રીત બુમરાહ અને ન્યૂઝીલેન્ડના મેટ હેનરી હવે સંયુક્ત રીતે વિશ્વના નંબર-૧ બોલર બની ગયા છે. બીજી તરફ, ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં ઇંગ્લેન્ડના રન-મશીન જો રૂટ પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખીને ફરી એકવાર ટોચના સ્થાને પહોંચી ગયા છે. બીજી તરફ, વનડે ફોર્મેટમાં તાજેતરમાં અફઘાનિસ્તાન સામે રમાયેલી શ્રેણીમાં ધમાકેદાર ્પ્રદર્શન બાદ રેન્કિંગના સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ ગયા છે. ભારતીય ટીમના સુકાની શુભમન ગિલે શાનદાર બેટિંગના જોરે રેટિંગ પોઇન્ટ્સમાં મોટો ફાયદો મેળવ્યો છે અને તે દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીને પછાડીને વનડે બેટિંગ રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. આ શ્રેણીનો સૌથી મોટો ફાયદો યુવા વિકેટકીપર-બેટ્સમેન ઇશાન કિશનને થયો છે. જેણે આક્રમક પ્રદર્શનના જોરે આઈસીસી રેન્કિંગમાં એકસાથે ૨૧ સ્થાનની લાંબી છલાંગ લગાવીને ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. આઈસીસીના આ નવા રેન્કિંગથી સ્પષ્ટ થાય છે કે આગામી ટૂર્નામેન્ટ્સ પહેલા ભારતીય ટીમ શાનદાર ફોર્મમાં છે.
(3:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
