તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th July 2026
સોશિયલ મીડિયા પર વહેતી થયેલી અફવાઓ પર બેટિંગ કોચે આપ્યો જડબાતોડ જવાબ
શું વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે ખરેખર અબોલા છે?

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ જગતમાં જ્યારે પણ વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરનું નામ એક સાથે લેવાય છે, ત્યારે ચાહકો અને મીડિયાનું ધ્યાન તરત જ ખેંચાઈ જાય છે. ભૂતકાળમાં આઈપીએલ મેદાન પર બનેલી ઘટનાઓને કારણે સોશિયલ મીડિયા પર અવારનવાર બંને વચ્ચેના સંબંધોને લઈને અટકળો થતી રહે છે. હાલમાં જ રમાયેલી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી વન-ડે મેચ બાદ સોશિયલ મીડિયા પર ફરી એકવાર વિવાદનું વંટોળ ઊભું થયું હતું. ઈન્ટરનેટ પર એવા દાવા કરવામાં આવી રહ્યા હતા કે વિરાટ કોહલી અને હેડ કોચ ગૌતમ ગંભીર એકબીજા સાથે વાત કરવાનું પણ ટાળી રહ્યા છે. જોકે, હવે આ અફવાઓ પર ટીમ મેનેજમેન્ટે મૌન તોડ્યું છે.
કાર્ડિફમાં રમાયેલી બીજી વન-ડે મેચની સમાપ્તિ બાદ આયોજિત પત્રકાર પરિષદ (પ્રેસ કોન્ફરન્સ)માં ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ સિતાંશુ કોટકે આ ગંભીર મુદ્દે સ્પષ્ટતા કરતા કહ્યું કે સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવી રહેલી વાતોને તદ્દન ખોટી અને ભ્રામક છે. કોચના આ સત્તાવાર નિવેદનથી વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના ચાહકોને મોટી રાહત થઈ છે. તેમણે કહ્યું, સોશિયલ મીડિયાના વીડિયો અને વાતોમાં જે બતાવવામાં આવી રહ્યું છે તેનાથી વાસ્તવિકતા સાવ અલગ છે. આજે એક જ દિવસમાં વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે ૧૦ થી વધુ વખત અલગ-અલગ બાબતોને લઈને વિગતવાર વાતચીત થઈ છે. બંને વ્યાવસાયિક રીતે એકબીજા સાથે ખૂબ જ સારું ટ્યુનિગ ધરાવે છે અને અંદરોઅંદર કોઈ જ પ્રકારની નારાજગી કે વિખવાદ નથી. બેટિંગ કોચે આ ચર્ચા પાછળનું કારણ પણ સ્પષ્ટ કર્યું, જેથી તમામ શંકાઓ દૂર થઈ જાય. કાર્ડિફ વન-ડે મેચ દરમિયાન વિરાટ કોહલી ઈંગ્લેન્ડના સ્ટાર ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરના બોલ પર આઉટ થઈ ગયો હતો. આ વિકેટ પડ્યા બાદ વિરાટ કોહલી પોતે ગંભીર પાસે ગયો હતો. વિરાટે પોતાના ફૂટવર્ક (પગની મૂવમેન્ટ) અને બેટિગ પોઝિશન વિશે હેડ કોચ ગૌતમ ગંભીર સાથે નેટ્સમાં અને ડ્રેસિગ રૂમમાં લાંબી ટેકનિકલ ચર્ચા કરી હતી. કોહલી પોતાની બેટિગમાં રહેલી ખામીઓને સુધારવા માંગતો હતો અને ગંભીરે તેને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
(3:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
