તા. ૨૭ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૪ ગુરૂવાર
News of Saturday, 12th September 2026
બાંગ્લાદેશી મહિલા ક્રિકેટ કેપ્ટન નિગાર સુલતાનાનો 'હેન્ડશેક' વિવાદ: એશિયા કપની સેમીફાઈનલમાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર સાથે હાથ ન મિલાવવાનો મુદ્દો ચર્ચામાં, કેપ્ટનશિપ જોખમમાં
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે (BCB) આ વિવાદને નિગારનો અંગત નિર્ણય ગણાવ્યો: એશિયન ગેમ્સ બાદ ટીમના પ્રદર્શન અને ગેરવર્તણૂકની ફરિયાદોના આધારે લેવાશે મોટો નિર્ણય

ઢાકા : ક્રિકેટ જગતમાં રાજકારણ અને રમતગમતના સંબંધોને લઈને સમયાંતરે અનેક વિવાદો સામે આવતા રહે છે, ત્યારે હાલમાં બાંગ્લાદેશી ક્રિકેટ ટીમમાંથી એક મોટો વિવાદ બહાર આવ્યો છે. ચાલુ એશિયા કપની હાઇ-વોલ્ટેજ સેમીફાઈનલ મેચ દરમિયાન બાંગ્લાદેશી મહિલા ટીમની કેપ્ટન નિગાર સુલતાના દ્વારા ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર સાથે હાથ ન મિલાવવાનો નિર્ણય ભારે ચર્ચાનો વિષય બન્યો છે. આ વિવાદ વણસતા હવે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ પણ આ માને લઈને સ્પષ્ટતા કરી છે અને આ મામલો કેપ્ટનની કારકિર્દી માટે મુશ્કેલ સાબિત થઈ શકે છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગત વર્ષના પુરુષોના એશિયા કપથી બંને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને ગુરુવારે અચાનક જ નિગાર સુલતાનાએ પણ મેચ બાદ ભારતીય સમકક્ષ સાથે હાથ ન મિલાવવાનો માર્ગ અપનાવ્યો હતો. આ મામલે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડની મહિલા સમિતિના અધ્યક્ષ રફીકુલ ઈસ્લામ બાબુએ નિગારના નિર્ણયનો બચાવ કરતા સ્પષ્ટ કર્યું છે કે આ બોર્ડનો કોઈ અધિકૃત નિર્ણય નહોતો. તેમણે નિવેદન આપ્યું હતું કે, "ચોક્કસપણે, તે તેનો પોતાનો અંગત નિર્ણય હતો. રમતગમત વિશ્વને એક કરે છે અને અમે તમામ દેશો સાથે સારા સંબંધો ઈચ્છીએ છીએ, તેથી તેણે જે કર્યું તે તેનું વ્યક્તિગત પગલું હતું."
૧૫૦ રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે ભારત સામેની આ મહત્વપૂર્ણ સેમીફાઈનલમાં બાંગ્લાદેશ ૪૦ રનથી પરાજય પામીને એશિયા કપની રેસમાંથી બહાર થઈ ગયું હતું. હાર બાદ હવે નિગાર સુલતાનાની કેપ્ટનશિપનું ભવિષ્ય પણ અધ્ધરતાલ થઈ ગયું છે. બોર્ડના અધિકારીએ સંકેત આપ્યો છે કે આગામી એશિયન ગેમ્સ પૂરી થયા બાદ નિગારના નેતૃત્વ અને તેની સામે મળેલી ગેરવર્તણૂકની ફરિયાદોનું ગંભીર મૂલ્યાંકન કરવામાં આવશે. બોર્ડ પ્રમુખ સાથે આ અંગે વિસ્તૃત ચર્ચા થઈ ચૂકી છે અને એશિયન ગેમ્સ બાદ જ ટીમની ખામીઓ અને ભવિષ્યની રણનીતિ અંગે આખરી ફેંસલો લેવામાં આવશે.
(10:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
