News of Friday, 6th November 2026
ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ક્રિસ લિન પર કોકેઈન સેવન બદલ મૂકાયો હતો એક મહિનાનો પ્રતિબંધ : હવે સજા પૂરી થતાં BBLમાં રમવાનો માર્ગ મોકળો
ઇંગ્લેન્ડમાં એન્ટિ ડોપિંગ ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ લિને સ્વીકાર્યો હતો આરોપ : પુનર્વસન કાર્યક્રમ પૂર્ણ કર્યા પછી આગામી બિગ બેશ લીગ માટે મેલબોર્ન રેનેગેડ્સ સાથે જોડાશે

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયન T20 નિષ્ણાત ક્રિસ લિન પર કોકેઈનના ઉપયોગ બદલ એક મહિનાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઈંગ્લેન્ડના ક્રિકેટ નિયમનકારે શુક્રવારે આ વાતની પુષ્ટિ કરી. આ પ્રતિબંધ હવે પૂર્ણ થઈ ગયો છે. બિગ બેશ લીગમાં સૌથી વધુ રન બનાવનાર લીનનો 18 જુલાઈના રોજ ઈંગ્લેન્ડમાં T20 બ્લાસ્ટ ફાઇનલ્સ ડે દરમિયાન નિયમિત એન્ટિ ડોપિંગ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. તે તે સમયે નોર્થમ્પ્ટનશાયર સ્ટીલબેક્સ માટે રમી રહ્યો હતો. તેના નમૂનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. ક્રિકેટ નિયમનકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "ક્રિકેટ નિયમનકારે નોર્થમ્પ્ટનશાયર સ્ટીલબેક્સના ભૂતપૂર્વ ક્રિકેટર ક્રિસ લિનને એક મહિના માટે સસ્પેન્ડ કર્યા છે. સસ્પેન્શનનો સમયગાળો હવે પૂર્ણ થઈ ગયો છે."36 વર્ષીય લીન, કોકેઈનના મેટાબોલાઇટ, બેન્ઝોયલેકગોનાઈનના નીચા સ્તર માટે પોઝિટિવ આવ્યો હતો. તેણે આરોપ સ્વીકાર્યો. તપાસમાં તારણ કાઢ્યું હતું કે આ ઉપયોગ સ્પર્ધાની બહાર હતો અને તેના પ્રદર્શન સાથે સંબંધિત ન હતો. પરિણામે, તેનો પ્રતિબંધ ત્રણ મહિનાને બદલે એક મહિનાનો કરવામાં આવ્યો હતો. લિને તેનો વ્યસન પુનર્વસન કાર્યક્રમ પણ પૂર્ણ કર્યો છે.વિસ્ફોટક જમણા હાથના બેટ્સમેન ઓસ્ટ્રેલિયા માટે 18 T20I અને ચાર ODI રમ્યા છે. બિગ બેશ લીગના ઇતિહાસમાં તેને સૌથી સફળ બેટ્સમેનોમાંનો એક માનવામાં આવે છે.ઓસ્ટ્રેલિયન મીડિયા અનુસાર, "લિન આવતા મહિને શરૂ થનારી બિગ બેશ લીગની નવી સીઝન માટે મેલબોર્ન રેનેગેડ્સમાં જોડાવાનો હતો. તેના પ્રતિબંધની મુદત પૂરી થતાં, હવે તેના માટે આ સીઝનમાં રમવાનો માર્ગ મોકળો થઈ ગયો છે."
(5:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
