News of Saturday, 5th September 2026
એશિયન ગેમ્સ ૨૦૨૬: ક્રિકેટરોને કોઈ VIP ટ્રીટમેન્ટ નહીં મળે, IOAનો BCCIને સણસણતો જવાબ
• 'અમારા માટે તમામ ૩૬ રમતોના એથ્લેટ્સ સમાન': ક્રિકેટર્સ માટે અલગથી ૫-સ્ટાર હોટેલ ફાળવવાનો ઇનકાર • BCCI જો લક્ઝરી સુવિધા ઇચ્છતું હોય તો પોતે પોતાના ખર્ચે વ્યવસ્થા કરે: ઇન્ડિયન ઓલિમ્પિક સંઘ

નવી દિલ્હી: જાપાનમાં યોજાનારી 'એશિયન ગેમ્સ ૨૦૨૬' પહેલાં ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA) અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) વચ્ચે સુવિધાઓને લઈને મોટો વળાંક આવ્યો છે. એશિયન ગેમ્સમાં ભાગ લેવા જઈ રહેલી ભારતીય ક્રિકેટ ટીમ માટે સ્પેશિયલ VIP કે ૫-સ્ટાર હોટેલ વ્યવસ્થા કરવાનો IOAએ સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે.
IOAના સીઈઓ રઘુરામ અય્યરે આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, એશિયન ગેમ્સમાં દેશનું પ્રતિનિધિત્વ કરી રહેલા તમામ ૩૬ રમતોના રમતવીરો આપણા માટે એકસમાન છે. ક્રિકેટરો માટે કોઈ ખાસ કે અલગ વ્યવસ્થા કરવામાં આવશે નહીં. તમામ એથ્લેટ્સને આયોજકો દ્વારા નક્કી કરાયેલી 'ગેમ્સ હોટેલ' કે 'ખેલાડી ગામ' (Athletes' Village)માં જ રહેવું પડશે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, BCCI તરફથી સુવિધાઓ અંગે સંપર્ક કરવામાં આવ્યો હતો. જો આયોજકો દ્વારા અપાતી સુવિધાઓ BCCIને અનુકૂળ ન આવે અને તેઓ લક્ઝરી હોટેલ ઈચ્છતા હોય, તો બોર્ડ પોતાના ખર્ચે અલગથી વ્યવસ્થા કરવા સ્વતંત્ર છે. પરંતુ તે પરિસ્થિતિમાં સુરક્ષા અને વ્યવસ્થાની તમામ જવાબદારી BCCIની પોતાની રહેશે. IOA માટે તમામ રમતવીરોનું સન્માન અને દરજ્જો એકસરખો જ છે.
(1:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
