News of Wednesday, 8th July 2026
આર્જેન્ટિનાએ ઈજિપ્તને 3-2 થી હરાવી ક્વાર્ટર ફાઇનલમાં કરી શાનદાર એન્ટ્રી
શનિવારે કેન્સાસ સિટીમાં યોજાનારી ક્વાર્ટર ફાઈનલ મેચમાં સ્વિટ્ઝર્લેન્ડ અને કોલંબિયા વચ્ચેની મેચના વિજેતા સામે ટકરાશે

આર્જેન્ટિનાએ રાઉન્ડ ઓફ 16માં ઇજિપ્ત સામે 3-2થી રોમાંચક જીત મેળવીને ફિફા વર્લ્ડ કપ 2026ની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. શનિવાર 11 જુલાઈના રોજ કેન્સાસ સિટીમાં યોજાનારી ક્વાર્ટર ફાઈનલ મેચમાં સ્વિટ્ઝર્લેન્ડ અને કોલંબિયા વચ્ચેની મેચના વિજેતા સામે ટકરાશે.ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાને એટલાન્ટામાં રમાયેલી રાઉન્ડ ઓફ 16ની મેચમાં બહાર થવાનો ભય હતો.
મેચની 15મી મિનિટે યાસર ઇબ્રાહિમે અને 67મી મિનિટે મોસ્તફા ઝિકોએ ગોલ કરીને ઇજિપ્તને 2-0ની મજબૂત લીડ અપાવી દીધી હતી
પ્રથમાર્ધમાં આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનલ મેસ્સીની એક પેનલ્ટી કિકને ઇજિપ્તના ગોલકીપર મોસ્તફા શુબેરે શાનદાર રીતે બચાવી લીધી હતી
મેચ પૂરી થવાની માત્ર 11 મિનિટ બાકી હતી ત્યારે આર્જેન્ટિનાએ જોરદાર વાપસી કરી:
ક્રિશ્ચિયન રોમેરોએ હેડર દ્વારા આર્જેન્ટિના માટે પહેલો ગોલ કર્યો
- લિયોનલ મેસ્સીએ શાનદાર ગોલ કરીને સ્કોર 2-2 ની બરાબરી પર લાવી દીધો.
- એન્ઝો ફર્નાન્ડીઝે નિર્ણાયક હેડર ગોલ કરીને આર્જેન્ટિનાને 3-2થી રોમાંચક જીત અપાવી
- આ રોમાંચક કમબેક સાથે આર્જેન્ટિના ટૂર્નામેન્ટમાં આગળ વધી ગયું છે અને હવે ક્વાર્ટર ફાઇનલમાં તેનો સામનો સ્વિટ્ઝર્લૅન્ડ અથવા કોલંબિયા સામે થશે
(1:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
