<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

રોહિતની નિવૃતિ અંગેના તમામ સમાચારો માત્ર અફવા, તેમાં કોઇ સત્‍યતા નથીઃ બીસીસીઆઇ

સોશિયલ મીડિયા પર ચાલેલી અફવાઓનું બોર્ડે સૂરસૂરીયું કર્યુ

નવી દિલ્‍હીઃ રોહિત શર્માની ઇન્‍ટરનેશનલ ક્રિકેટમાંથી નિવળત્તિને લઈને છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા અને રમતજગતમાં અનેક અટકળો ચાલી રહી હતી. ખાસ કરીને એવી ચર્ચાઓએ જોર પકડ્‍યું હતું કે ઐતિહાસિક લોર્ડ્‍સના મેદાન પર રમાનારી મેચ રોહિત શર્માની છેલ્લી આંતરરાષ્‍ટ્રીય મેચ હોઈ શકે છે. હવે આ તમામ અટકળો અને અફવાઓનો અંત લાવતા બીસીસીઆઇનું એક મહત્‍વનું નિવેદન સામે આવ્‍યું છે.

મળતી માહિતી અનુસાર, રોહિત શર્માની નિવળત્તિ અંગે ચાલી રહેલા તમામ સમાચારો માત્ર એક અફવા છે અને તેમાં કોઈ સત્‍યતા નથી. બોર્ડે સ્‍પષ્ટ કર્યું છે કે રોહિત શર્મા હાલ શાનદાર લયમાં છે અને ટીમ ઇન્‍ડિયાને તેની કેપ્‍ટનશીપ હેઠળ આગળ વધારવા માટે સંપૂર્ણ સક્ષમ છે. લોર્ડ્‍સમાં રમાનારી મેચ તેની છેલ્લી મેચ હશે તેવા દાવાઓ તદ્દન પાયાવિહોણા છે.

બોર્ડના વરિષ્ઠ અધિકારીએ જણાવ્‍યું કે, ‘‘રોહિત શર્મા વર્તમાન સમયમાં ભારતીય ટીમનો એક મજબૂત સ્‍તંભ છે. તેની નિવળત્તિ અંગેનો કોઈ પણ નિર્ણય લેવાનો અધિકાર સંપૂર્ણપણે ખેલાડીનો પોતાનો હોય છે અને બોર્ડ તેના નિર્ણયનું સન્‍માન કરે છે. પરંતુ હાલમાં આવી કોઈ જ સ્‍થિતિ કે ચર્ચા નથી. રોહિત આગામી મહત્‍વની સિરીઝમાં પણ ટીમનું નેતળત્‍વ ચાલુ રાખશે.''

બીસીસીઆઇના આ મોટા ખુલાસા બાદ રોહિત શર્માના કરોડો ચાહકોએ રાહતનો શ્વાસ લીધો છે. ટી૨૦ વર્લ્‍ડ કપ જીત્‍યા બાદ રોહિતે આ ટૂંકા ફોર્મેટમાંથી નિવળત્તિ લીધી હતી, પરંતુ વનડે અને ટેસ્‍ટ ક્રિકેટમાં તે ભારતીય ટીમની કમાન મજબૂતાઈથી સંભાળી રહ્યો છે અને આગામી મોટી આઇસીસી ટૂર્નામેન્‍ટ્‍સમાં પણ તે દેશ વતી રમતો જોવા મળશે તે હવે સ્‍પષ્ટ થઈ ગયું છે. 

 

(10:41 AM IST)